ડો. પ્રવીણ તોગડીયાના સાનિધ્યમાં ભુજમાં વેપારીઓ સાથે સંમેલન યોજાયું.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાના સાનિધ્યમાં શુક્રવારે ભુજમાં સંતોષ સોસાયટી સ્થિત કચ્છ અંધજન મંડળ કાર્યાલયમાં ભુજના વેપારીઓ સાથે સંમેલનનું યોજાયું હતું.
આ પ્રસંગે સોસાયટીઓમાં હનુમાન ચાલીસા, દશેરાના દિવસે શસ્ત્ર પૂજન , નવરાત્રીએ કન્યા પૂજન ગરીબોને અનાજ, સુગરની તપાસ અને હિન્દુને મદદની હેલ્પલાઇન અંગે ડો. તોગડીયાએ વક્તવ્ય આપવું હતું
તેમણે હિન્દૂ પરિવારોને સ્વરક્ષણ અન્વયે શીખ આપતા આગામી નવરાત્રીમાં એક કરોડ હિન્દૂ પરિવારોના ઘરોમાં શસ્ત્રપૂજન ઉપરાંત કન્યા પૂજન યોજવાની ઘોષણા કરી હતી.
સંમેલનના પ્રારંભે શ્રી તોગડિયાનું અંધજન મંડળના મંત્રી જીતુભાઈ ધારશી શાહ ઉપરાંત અગ્રણી ધીરેન ભાનુભાઈ ઠક્કર અને આયોજક હિતેશભાઈ ઠક્કર દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. તેઓ શ્રી તોગડિયા અને પરિષદના પ્રદેશ અગ્રણી શશીકાંત પટેલ અને ભુજ કોમર્શિયલ બેન્કના પૂર્વ ચેરમેન કલ્પેશ રવિલાલ પૂજરા સાથે દીપ પ્રાગટ્યમાં પણ જોડાયા હતા.
અન્ય વેપારીઓ અને અગ્રણીઓ પણ સન્માન કરવામાં જોડાયા હતા. સન્માનના પ્રત્યુતરમાં પરિષદના સુપ્રીમો ડો. તોગડીયાએ વેપારીઓને એક મુઠ્ઠી અનાજ , અને પોતાના વિસ્તારમાં દર શનિવારે હનુમાન ચાલીસાનું પઠન, દરેક હિન્દુ ઘરમાં શસ્ત્ર પૂજન અને બીપી સુગરની દવા ગરીબોને અનાજ તથા સ્વરક્ષણ અંગેની માહિતી આપી હતી સાથે તેમના દ્વારા ચલાવતી હિન્દુ હેલ્પલાઇન નંબર દ્વારા તેમને મદદરૂપ થવા વગેરે બાબતો વિશે પણ જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં વેપારી અગ્રણી મધુકર પ્રેમજી ઠક્કર, મનોજ સોનપાર, નયન પટવા, ભુજ કોમર્શિયલ બેંકના જનરલ મેનેજર ધીરેનભાઈ મજેઠીયા સહિતના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા

