અંજારમાં તિરંગા યાત્રાથી શોર્યભર્યો માહોલ

હાથમાં તિરંગા સાથે અબાલ વૃદ્ધ નાગરિકો જોડાયા અંજાર : અંજાર નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા “હર ઘર તિરંગા યાત્રાએ દેશભક્તિ સાથે શોર્યનો અનેરો માહોલ સર્જ્યો હતો. ગંગાનાકા પાંજરાપોળ પાસે તિરંગા અને કેસરી- સફેદ -લીલા ફુગ્ગાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ભારતમાતાની મહાપુજા અર્ચના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ તથા ઉપસ્થિત…

Read Full News

આનંદેશ્વર શિવાલયે શ્રાવણી કાર્યક્રમોનો શ્રધ્ધાભેર શુભારંભ

પુજન, અર્ચન, શણગાર સાથે જીવદયા અને સેવાની સરવાણીની પરંપરા બરકરાર ડુમરા (અબડાસા) : ડુમરા તેમજ આજુબાજુના ગામોના આસ્થાના સ્થાન એવા અહીં આવેલાં પૌરાણિક આનર્દેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ અને ભાવેશ લકકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ ધ્વારા દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. મંદિર ખાતે ઉધ્વધ્વન તપસ્વી દિગંબર પ્રેમગીરીબાપુએ…

Read Full News

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાની ઉજવણીનું રિહર્સલ

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા કરશે ધ્વજવંદન રાષ્ટ્રના ૮૦માં સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા ગુરુવારે મુન્દ્રા ખાતે તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટર અનિલ રાણાવસિયાએ તિરંગાને સલામી આપી હતી. પોલીસ પરેડનું નિરીક્ષણ કરીને વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો તેમણે નિહાળ્યા હતા. તેમણે…

Read Full News

વિશ્વકર્માના જન્મદિવસે નોટબુક વિતરણ

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ગુરુવારે ભુજ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શાળા નંબર ૧૭, ગણેશનગર ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી સહિત જિલ્લા-મંડલના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. નોટબુક વિતરણ દ્વારા શિક્ષણને…

Read Full News

ભુજમાં યોજાયેલી કાર્યશાળામાં ભુદેવોને શિવની પૂજા અન્વયે માહિતી અપાઈ

કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળે યોજ્યો કાર્યક્રમ ભુજ ખાતે દંતેશ્વર મહાદેવ મંદિરે કચ્છ જિલ્લા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળ અને ભુજ તાલુકા કર્મકાંડવિદ્ બ્રાહ્મણ મંડળના સંયુક્ત ઉપક્રમે ભસ્મોદ્ધુલન પ્રયોગ અને શિવપંચવક્ત્ર પૂજન કાર્યશાળા યોજાઈ હતી. યજમાન પદેથી ચેતનભાઈ જોષી દ્વારા ભસ્મોદ્ધુલન પ્રયોગની પદ્ધતિ ભૂશુદ્ધિ, ભૂત શુદ્ધિ, અંતર માતૃકાન્યાસ, મહાન્યાસ આદિની સમજ આપી ભગવાન શિવના પંચવક્ત્રોની વિવિધ ઉપચારો વડે…

Read Full News

અંજારમાં ‘હર ઘર તિરંગા’ યાત્રા

અંજાર શહેર દેશભક્તિના રંગે રંગાયું. મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા. દેશભક્તિના નારા સાથે અનેરો માહોલ. મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે યાત્રાનો પ્રારંભ. નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિતના આગેવાનો , શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વગેરે જોડાયા

Read Full News

જાગૃતિ રેલી સાથે સઘન આઈ.ઇ. સી. અભિયાનનો જિલ્લામાં ભુજથી પ્રારંભ

જનજાગૃતિ આણવા માટેનો પ્રયાસ કરાયો સઘન આઈ.ઇ.સી. અભિયાન-3.0 અંતર્ગત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ભુજ ખાતે એચ.આઈ.વી. જાગૃતિ રેલી સાથેનો કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય એઇડ્સ અને એસ.ટી.ડી. નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન અભિયાન-3.0 યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં જાગૃતિ અને ટેસ્ટિંગ અભિયાનનો પ્રારંભ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ, ભુજ…

Read Full News

ગ્રામ્ય વિસ્તારોના મહત્તમ વિકાસની સાથે પંચાયતો વધુ સક્ષમ બનાવવા નેમ

જયપુરમાં સરપંચ સંઘની રાષ્ટ્રીય બેઠક યોજાઇ જયપુર : રાષ્ટ્રીય સરપંચ સંઘની કાર્યકારીણી બેઠક રાજસ્થાનમાં જયપુર ખાતે રાષ્ટ્રીય સ્તરે યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત,હિમાચલ પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા સહિત વિવિધ રાજ્યોના સરપંચ સંઘના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્યો તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી ચર્ચામાં જોડાયા હતા. ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા…

Read Full News

પર્યાવરણ-ઔષધીય વનસ્પતિનું સંવર્ધન દરેક જણની ફરજ

અંજારમાં બ્રહ્મસમજ મહિલા મંડળે કર્યું રોપા વિતરણ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ (પૂર્વ) તથા અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ઔષધી રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જડેશ્વર મહાદેવ મંદિર, અંજાર ખાતે યોજાયો હતો . મહિલા મંડળના પ્રમુખ રચનાબેન જોશી તથા તેમની કારોબારીએ આયોજન વ્યવસ્થા સાંભળ્યા હતા. કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના…

Read Full News

રતનાલ અને અંજારમાં વિદ્યાર્થીઓ માટે પોલીસે યોજ્યો જાગૃતિ અર્થે કાર્યક્રમ

પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી.શાખા દ્વારા સરકારી સ્કૂલ રતનાલ તથા એલિઝાબેથ સ્કૂલ અંજાર ખાતે સાયબર ક્રાઈમ અને નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિના અલગ અલગ સેમીનાર યોજાયા હતા ટેક્નોલોજીના ઉપયોગ સાથે સાયબર ક્રાઈમ શું છે, ઓનલાઇન ગેમિંગ થી થતા નુક્શાન, ફ્રોડના નવા નવા ટ્રેન્ટ તથા સોશિયલ મીડિયા અજાણ્યા લોકો મિત્રતાથી થતા ક્રાઈમથી…

Read Full News