જન્મદિન સેવા કાર્યો સાથે ઉજવાયો

ભુજ શહેરના મહિલા અગ્રણી મીનાબેન ભરતભાઈ મહેતાનો જન્મદિન વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાયો હતો. આ તકે બાળકોને અલ્પાહાર સાથે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સત્યમ અને તાનારીરી મહિલા મંડળના માધ્યમથી આ ઉજવણી થઈ હતી. સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી નર્મદાબેન ગામોટ અંકિતાબેન ધોકાઈ માલશ્રી બેનગઢવી તેમજ નયનભાઈ શુક્લ હાજર રહ્યા હતા.