જૈનમુનિની વંદના

કોડાય રત્ન તરીકે જાણીતા વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ ચાતુર્માસ માટુંગા (મુંબઈ)માં ગાળી રહ્યા છે. સહકાર સેવા મંડળ – ભુજના પ્રમુખ ઝહીરભાઈ આઈ. સમેજા અને લોક ઉપયોગી સેવા સમિતિ – કોડાય (.માંડવી)ના પ્રમુખ મુસ્તાકભાઈ હાલા તાજેતરમાં તેમના દર્શન – વંદન કરવા માટુંગા (મુંબઈ) ગયા હતાં. માટુંગામાં આ બંને આગેવાનોએ સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું અભિવાદન કર્યું હતું. કોડાયના હમિદભાઈ હાલા સાથે રહ્યા હતાં.