જન્મદિવસ નિમિતે સેવાકાર્ય…

લાયન્સ કલબ ભચાઉ દ્વારા દાતાના સહકારથી નવજીવન વિકલાંગ સેવાશ્રય હોસ્ટેલ માં રહેતા 120 વિદ્યાર્થીઓ માટે સેવા કાર્યક્રમ યોજાયો હતો. સુધાબેન અશ્વિનભાઈ જોશીના જન્મદિવસ નિમિતે તેમના પરિવારએ આ ઉજવણી કરી હતી .લાયન્સ કલબ ભચાઉનાં પ્રમુખ ડો. ધર્મેન્દ્રભાઈ પરમાર, પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ,નવજીવન વિકલાંગ સેવાશ્રય ના મંત્રી જીતેન્દ્રભાઈ જોશી, રસેશ મેહતા, કલાબેન ગાલા, અશ્વિન ભાઈ જોશી,મયુર ભાઈ હાજર રહયા હતા.