ગૌશાળા કેન્દ્રમાં ગાયો અને વાછરડાઓનું પૂજન કરી ગોળ ખવડાવાયો
નખત્રાણા ગૌશાળા કેન્દ્ર ખાતે ગોપ અષ્ટમીના દિવસે ગાય માતાની તેમજ વાછરડાઓની પણ પૂજા કરવામાં આવી હતી ગાયોને તિલક કરી ગોળ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી.
સ્થાનિક આગેવાન ડાયાભાઈ સેગાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગાયની પૂજા કરવાથી 33 કોટી દેવોની પૂજા થઈ જાય છે. હિન્દુ ધર્મની ધરોહર એટલે ગાય માતા ગાયના સ્પર્શ માત્ર થી આનંદ પ્રાપ્ત થાય છે.

ઉજવણીમાં લાલજીભાઈ રામાણી, મોહનભાઈ લીંબાણી, બેચરભાઈ સુરાણી, હીરાભાઈ છાભૈયા, દમયંતીબેન ડાયાભાઈ સેઘાણી સહિતનાએ ઉપસ્થિત રહી ગાયોને કંકુ ચાંદલા કરી પૂજા અર્ચના કરી ગોળ ખવડાવ્યો હતો. પંડિત તરીકે નારણભાઈ વાસાણીએ સેવા આપી હતી. તેમણે ગૌ માતાના પૂજન અને આરતી તેમજ ગૌમાતાનો મહિમા સમજાવ્યો હતો.

