યાત્રીઓ માટે ભોજનાલય આરોગ્ય તથા ઉતારા માટે માટે ફંડ વાપરવા મા આવશે
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરથી પંદર કિલો મીટર દૂર આવેવેલ નાનકડા એવા કાનપર ગામે છ એકરમાં દક્ષિણ ભારત ના મંદિર ની શૈલીમા લીંગ માતાજીના મંદિરનું નિર્માણ એક વર્ષ અગાઉ પુર્ણ કરી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું . જેનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો . આ પાટોત્સવ નિમિત્તે ગીતાબેન રબારી તથા અન્ય કલાકાર દ્વારા સંતવાણી ડાયરો યોજાયો હતો.જેમાં એકઠો થયેલ ફાળો લીંગ માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર્શન કરવા માટે આવતા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશના યાત્રીઓ માટે વિનામૂલ્યે ભોજનાલય તથા આરોગ્ય સેવા તથા યાત્રીઓના રહેવા માટે ના રુમ બનાવવા માટે વાપરવા મા આવશે આ અંગે મંદિર ના પ્રમુખ મહાદેવભાઈ ભુષણ તથા ટ્રસ્ટી હરેશ ભાઈ ગામી સંયોજક વિનુભાઈ થાનકીએ એક સંયુક્ત યાદીમા જણાવ્યું હતું કે નાનકડા ગામ કાનપરમા કચ્છ નહી સમગ્ર ગુજરાત મા પ્રથમ વાર દક્ષિણ શૈલી મા લીંગ માતાજી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 1008 શિવલિંગ તથા અનેક દેવી દેવતા ની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે દરરોજ અનેક યાત્રીઓ દર્શન કરવા માટે આવે છે દરરોજ સવારે અને સાંજે મહાઆરતી યોજાય છે. તો વિશાળ મેદાન બગીચા તથા મંદિરના ભોયતળિયામા મેડીશન રુમ સહિતના વિવિધ વિભાગો નું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિર ની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી છે ધોરાવીરા ધોરડો આવતા પ્રવાસીઓ મુલાકાત લઈ આનંદીત થાય છે

