કચ્છી ભાષાનો પ્રારંભિક પરિચય કચ્છના બી.એસ.એફ.ના જવાનોને થાય તેવા હેતુથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના સૌજન્યથી, વી.આર.ટી.આઈ. – માંડવી પ્રકાશિત કચ્છી હિન્દી પાઠાવલી-૧ ની છઠ્ઠી આવૃત્તિનું વિમોચન ભુજના બી.એસ.એફ.ના મુખ્યાલયે સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાના હસ્તે બુધવારના કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે D.I.G. યોગેન્દ્રસિંહ રાઠોડ, કમાન્ડન્ટ યોગેશકુમાર, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, ગોધરાની સમિતિના ચંદ્રકાંતભાઈ મોતા, મુંબઈ પાઠાવલીના સર્જક પદ્મશ્રી નારાયણભાઈ જોશી ‘કારાયલ’, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી સહિતના અગ્રણીઓ અને બી.એસ.એફ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાઠાવલી માટે દાતા અરવિંદભાઈ ટોપરાણી (મસ્કત – ઓમાન – માંડવી) તથા નવનીત પરિવાર (મુંબઈ – રાયણ)નો સહયોગ મળ્યો હતો.
કચ્છી – હિન્દી પાઠાવલીનું વિમોચન

