જિલ્લામાં “અંગદાન મહાદાન” અને “રક્તદાન”નો સંદેશ ગુંજ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ આરોગ્યલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે “અંગદાન મહાદાન” અને “રક્તદાન મહાદાન”ના સંદેશ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ અંગદાન અને રક્તદાન અંગે શપથવિધિ યોજવામાં આવી હતી. અંગદાનના મહત્વ અંગે લોકોને પ્રાથમિક સમજ આપવામાં આવી હતી. મૃત્યુ બાદ પણ અંગદાન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને જીવનની નવી તક મળી શકે છે તે અંગે લોકોને માહિતગાર કરાયા હતા.