ભુજમાં સન સીટીમાં ગજાનંદની 11 ફૂટની મૂર્તિ આકર્ષણ

સોમૈયા પરિવાર દ્વારા પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ

ભુજ શહેરમાં મીરઝાપર રોડ ખાતે સનસિટી સોસાયટીમાં અગ્રણી નરેશ જયંતીલાલ સોમૈયા પરિવાર દ્વારા સાતમો ગણેશ ઉત્સવ પરંપરાગત રીતે શરૂ કરાયો હતો. . આ પાંચ દિવસીય મહોત્સવને પરિવાર દ્વારા માત્ર પોતાનું આયોજન બનાવવાના બદલે સાર્વજનિક સ્વરૂપ આપી સૌને સામેલ કાયા છે. આ મહોત્સવની 11 ફૂટની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે. સોમૈયા પરિવારના આ સાતમા ગણેશ ઉત્સવ અંતર્ગત દરરોજ રાત્રે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તો છેલ્લા દિવસે ભાવિકો માટે મહાપ્રસાદ યોજાશે.
મહોત્સવના પ્રારંભે સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ લોહાણા મહાજન ના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલ ગઢવી, રઘુવીર સેનાના અગ્રણી – નગરસેવક મયંક રુપારેલ, અગ્રણીઓ પારુલ બેન કારા, મહાવીર સિંહ જાડેજા, તુષાર આઈયા, જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલ ઠક્કર, નગરસેવક બિંદીયાબેન ઠક્કર, હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ વગેરેએ ઉપસ્થિત રહી પૂજન આરતીનો લાભ લીધો હતો. આયોજક નરેશ સોમૈયા એ કહ્યું કે સોસાયટીના પ્રમુખ જયંતીભાઈ નાથાણી અને મહામંત્રી પ્રવિણ જીવરાજ સોની ઉપરાંત ગંગાબેન સેંઘાણી, રણછોડ આહીર (યાદવરાજ), હિતેશ ચત્રભુજ ઠક્કર, નીલ જયેશ સચદે, પ્રવીણ છાભૈયા, હિતેશ ભાવાણી વગેરેની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આયોજક પરિવારના સરસ્વતીબેન જયંતીલાલ સોમૈયા, ચેતનાબેન નરેશ સોમૈયા, તથા કુ.હેતા અને કુ. પિઆએ મહેમાનોને આવકાર્યા હતા