આદિપુરમાં બનાવટી દારૂની ફેક્ટરી રેન્જ પોલીસની ઝપટે
પોલીસની સરહદ રેન્જના સાયબર સેલની કાર્યવાહેમા નવ હજાર ખાલી બોટલ, 600થી વધુ ભરેલા ક્વાર્ટર, કેમિકલ અને સીલિંગ મશીન સહિત મુદ્દામાલ પકડી આદિપુરમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરી ઝપટમાં લેવાઈ હતી મુંબઈ અને મથુરાના બે આરોપી આ કિસ્સામાં ઝડપી લેવાયા છે.
બહાર આવેલી વિગતો મુજબ આદિપુરના 4-A વિસ્તારમાં રેન્જ સાયબર સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી મળી આવી હતી. . આ સ્થળે ‘રોયલ ચેલેન્જ’ના નામે ક્વાર્ટર તૈયાર કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસની કાર્યવાહીમાં કેમિકલ 600 લીટર,પાણી મિક્સ 200 લીટર, 9400 ખાલી બોટલ તથા સીલ મારવાનું મશીન સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે હિતેશ ખીમાભાઈ બામણીયા, સાંતાક્રુઝ, મુંબઈ અને બીજેન્દ્ર લાલચંદ જાટ, મથુરાને ઝડપી આગળની તપાસ આદરી છે. પોલીસે વધુમાં કહ્યું હતું કે બોટલો પર સ્ટીકર લગાવવાનું બાકી હતું ત્યારે જ પોલીસ ત્રાટકી હતી. જથ્થો ક્યાં મોકલવાનો હતો, અગાઉ જથ્થો બજારમાં પહોંચ્યો છે કે નહીં અને અન્ય કોની ભૂમિકા છે તે દિશામાં તપાસ આગળ વધી રહી છે.

