કંડલા મરીન પોલીસ દ્વારા કરાઇ કામગીરી
તુણા ખાતે તાજેતરમાં બનેલા વ્યોવૃધ્ધ મહિલા પાસેથી લૂંટ થવાના બનાવમાં બે આરોપીને પકડીપડાયા બાદ પોલીસે બુધવારે બન્ને તહોમતદારનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
ઘરમાં એકલા રહતા વૃધ્ધ મહિલાને ઓશીકાથી દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આ લૂંટ ચલાવાઈ હોવાનો મામલો પોલીસ દફતરે ચડ્યો હતો. આ પછી તપાસમાં બન્ને આરોપી પકડાયા હતા. આરોપી અસલમ ઉર્ફે સાંઈ અને રાજેશ સથવારાની ધરપકડ બાદ કંડલા મરીન પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં સમગ્ર ઘટનાક્રમની વિગતો જાણવા ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.

