અબડાસા વિભાગના પૂર્વ ધારાસભ્ય સ્વ નરેન્દ્રસિંહ જાડેજાની જન્મ જયંતી એ ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાના રીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદને રાશન કીટ અપાઈ હતી. તો જીવ દયા પ્રવૃતિ પણ કરવામાં આવી હતી સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, અંકિતા ધોકાઈ, મહિલા અગ્રણી નીતા શાહ, માલશ્રી બેનગઢવી, નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ નરેન્દ્રભાઈ સ્વાદિયા જટુ ભાઇ ડુ ડીયા રાજુલાબેનશાહ નયનભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા લોક સેવા સર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારી, ભુજ નગરપાલિકાના માજી નગરસેવક ધીરેન લાલન તેમજ ભુજ કોમર્શિયલ બેંકના એમડી ધીરેનભાઈ ઠક્કર દ્વારા પણ વિવિધ સેવા કાર્યો સાથે જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી
અગ્રણીની જન્મતિથિએ સેવકાર્યો

