શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ સન્માન
માંડવીની જિલ્લા પંચાયત સંચાલિત ખલ્ફાન દામાણી પ્રાથમિક શાળાના શિક્ષિકા કુમારી ઉષાબેન સોલંકીને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા” પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2025-26માં કલસ્ટર ક્ષેત્રે ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી, નાવીન્ય પૂર્ણ પ્રયોગો તથા સામાજિક ક્ષેત્ર માં પણ સક્રિય યોગદાન બદલ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ એવોર્ડ માટે તેમને પસંદ કરાયા છે.

