ભારતીય જૈન સંગઠન કચ્છ વિભાગનું ભુજ ખાતે આયોજન
પ્રતિ વર્ષ ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ જૈન સમાજ સંચાલિત કચ્છ જિલ્લાની વિવિધ સંસ્થા-એકમોમાં અભ્યાસ કરી રહ્યા છે. ભારતીય જૈન સંગઠન કચ્છ વિભાગ દ્વારા શિક્ષણ જગતની આ સંસ્થાઓના અગ્રેસરોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાશે.
આગામી ૩૦ ઓગસ્ટ, રવિવારે ભુજમાં મુક્તજીવન મહિલા કોલેજ હોલ, ખાતે કચ્છભરમાં શિક્ષણની જ્યોત અખંડ રાખનાર જૈન સમાજ સંચાલિત શાળાઓ અને કોલેજોના મુખ્ય ટ્રસ્ટીઓ તથા સંચાલકોના સન્માન અર્થે ભારતીય જૈન સંગઠન (BIS) કચ્છ વિભાગ દ્વારા આ સન્માન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
ભારતીય જૈન સંગઠન દ્વારા સમયાંતરે વિદ્યાર્થીઓના ઉત્થાન માટેના કાર્યો કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે એક નવતર અને અભિનવ પ્રયાસ રૂપે કચ્છ જિલ્લામાં જૈન સમાજ સંચાલિત ૪૦થી વધુ શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા 40 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનાર અને સંસ્થાઓનું સફળ સંચાલન કરનાર ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવશે.
છેલ્લા ૫૦ વર્ષથી પણ વધુ સમયથી શિક્ષણની સરવાણી વહેવડાવતી સંસ્થાઓ હોય કે ભૂકંપ જેવી વિકટ આપત્તિ પછી પણ અડગ રહીને શરૂ થયેલી શાળાઓ-આ તમામ સંસ્થાઓના અગ્રણીઓએ કચ્છના સર્વ સમાજના વિદ્યાર્થીઓને દેશ-વિદેશમાં ઉત્કૃષ્ટ નામના અપાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. જે બદલ તેમને સન્માનિત કરાશે.
સન્માનિત થનાર શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં ૧. માતૃછાયા કન્યાશાળા, ૨. ચાણક્ય સ્કુલ, ૩. ચાણક્ય ફિઝીયો થેરાપી કોલેજ, ૪. પી.સી.વી. મહેતા શાળા, ૫. દેસાઈ એકેડમી, ૬. લિટલ વનડર સ્કુલ, ૭. મેગી ગ્લોબલ પ્રી સ્કુલ, ૮. શ્રીજી સ્કુલ, માધાપર, ૯. વર્ષમાન વિદ્યાલય, ૧૦, બી.એમ.સી.બી. પબ્લિક સ્કુલ, ૧૧. બી.એમ.સી.બી. નર્સિંગ કોલેજ, ૧૨. બેમ્સ સ્કુલ, ૧૩, બેમ્સ એલાઈડ ડેલ્થ (નર્સિંગ) કોલેજ, ૧૪. અમરચંદ સંધવી શાળા, ૧૫, નરશી જાદવ ખેરાજ કોરશી કાયા વિધા ભવન, ૧૬. શ્રી સુચરી સુધારક મંડળ શાળા, ૧૭, યુરો સ્કુલ, ભચાઉ, ૧૮. ઓશવાળ બોડીંગ શાળા, ૧૯. સદભાવના એજ્યુકેશન કોલેજ, ભચાઉ, ૨૦ શેઠ મેઘજી હાઈસ્કુલ, લાકડીયા, ૨૧. લાકડીયા કોલેજ અને શાળા, રર. પ્રેમજી ભીમજી છાડવા ડ્રાઈસ્કુલ, ૨૩ શ્રી વર્ષમાન જૈન બોડીંગ/વિદ્યાલય, કટારીયા, ૨૪. નિરંજના પંકજભાઈ મહેતા સ્કુલ/કોલેજ, રાપર, ૨૫. સંસ્કાર કોલેજ, ૨૬. કીડસ કેમ્પસ, ૨૭, વિરાયત શાળા/કોલેજ, ૨૮. ભુલાભાઈ માણશી વિદ્યાલય, ૨૯ શિશુવન પ્રાથમિક શાળા, ૩૦. કેશરબેન કાનજી શામજી વિદ્યા સંકુલ (કચ્છ યુવક સંપ) ૩૧. બી.બી.એમ હાઈસ્કુલ (કચ્છ યુવક સંઘ), ૩૨. સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક વિદ્યા મંદિર (કરચ્છ યુવક સંધ ૩૩. લાલજી વેલજી એન્કરવાલા વિદ્યા મંદિર (કચ્છ યુવક સંઘ), ૩૪, કેશવ છાત્રાલય રેસીડેન્સીયલ હોસ્ટેલ (કચ્છ યુવક સંઘ), ૩૫. શિલ્પા-અંજલી વિદ્યા મંદિર, ૩૬. હીરાલક્ષ્મી દોળતરામ ધોળકીયા કન્યા શાળા, ભચાઉ, ૩૭. તુલસી વિદ્યા મંદિર, નાના ભાડિયા (ધન વલ્લભ ચેરીટેબલ ટ્રસ્ટ), ૩૮. રામ કૃષ્ણ વિદ્યા સંકુલ, ૩૯. નીલપર ગ્રામ સ્વરાજ સંઘ, ૪૦. જૈનાચાર્ય અજરામર વિદ્યા ધામ સ્કુલનો સમાવેશ થાય છે.
છેલ્લા ૫૦થી વધુ વર્ષોમાં આ સંસ્થાઓમાંથી લાખો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને દેશ-વિદેશમાં સર્વ સમાજનું નામ રોશન કર્યું છે અને સમાજને સતત આગળ ધપાવી રહ્યા છે. કચ્છના ઇતિહાસમાં આ પ્રકારનો આ પહેલો પ્રસંગ છે, જ્યાં શિક્ષણની આ જ્યોત જલાવનાર સંસ્થાના સંચાલકોનું જાહેરમાં બહુમાન કરવામાં આવશે. ભારતીય જૈન સંગઠન કરછના પ્રમુખ હિતેશ ખડોલ અને તેમની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા સૌકોઈ માટે અને સર્વ સમાજ માટે પ્રેરક તેમજ માર્ગદર્શક બનશે. તેમ યાદીમાં જણાવાયું છે.

