શૈક્ષિક મહાસંઘની શુભેચ્છા મુલાકાત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, માંડવી તાલુકાની નવનિયુક્ત કારોબારી ટીમ દ્વારા ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તાલુકાની શૈક્ષણિક સ્થિતિ, શિક્ષકોના વિવિધ પ્રશ્નો તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. હોદ્દેદારો અધ્યક્ષ પ્રવીણ ભાઈ કન્નડ ,જિલ્લા મહિલા ઉપાઘ્યક્ષ દક્ષાબેન રાણીપા, જિલ્લા સહમંત્રી નવીનભાઈ ખાંખલા, તાલુકા મહિલા ઉપાઘ્યક્ષ સંગીતાબેન રાજગોર, તાલુકા મહામંત્રી હિરેનભાઈ વાસાણી, વનરાજભાઈ ખવડ કારોબારી સભયો ઉપસ્થિત રહ્યા હતા.