ભીડભંજન મહાદેવ દેવાલયોની ૨૯,૩૦ના પુન:પ્રાણ પ્રતિષ્ઠા
ભુજ : અહીંના પંચહટડી ચોકમાં મ.ક.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ માલિકીના ૨૧૫ વર્ષ જુના ભીડભંજન મહાદેવ,પંચમુખી ગાયત્રી મંદિર, અને વેરાવળી માતા મંદિર સંકુલમાં દાતાઓના સહયોગથી ૩૫ લાખના ખર્ચે નવનિર્માણ થયા બાદ તાજેતરમાં શિવલિંગની કવચવિધિ યોજાઈ હતી. આગામી તા.૨૯અને૩૦ના પુન: પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાશે.
આ નિર્માણકાર્ય હાથ ધરનાર રઘુનાથ જીનામ સેવા ટ્રસ્ટ અને મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભીડભંજન મહાદેવના ગર્ભગૃહમાં શિવલિંગના આરોપણ સાથે કવચ વિધિ કરાઈ હતી. આ પ્રસંગે હવન તથા અન્ય વિધિ વિધાનના યજમાનપદે જીતેન નીતિન મકવાણા દંપતી રહયા હતાં, આચાર્યપદે દીપેશ મારાજ માનકુવાવાળા વિધિ કરાવી હતી. આ પ્રસંગે ભાવિકો હાજર રહ્યાં હતાં.
મ.ક.મોઢ બ્રા.જ્ઞાતિના આગેવાનો રવિન્દ્ર ત્રવાડી , આશિષ ત્રવાડી તથા તેમની ટીમ સાથે રઘુનાથ જી નામ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણ પૂજારા, બાંધકામ સમિતિના ચેરમેન દિલીપ પુજારા,મનોજ ઠક્કર,જયેશ સોનેતા, નિતીન મકવાણા,નંદુ નંદા,જે.કે.કંસારા,કૌશિક બુધભટ્ટી, ભાવેશ ભટ્ટ ,કિશોર જોબનપુત્રા,હરેશ વ્યાસ , મહેશ કંસારા, સલાહકાર એડ.કિરણભાઇ ગણાત્રા,હરેશ પૂજારા, તેમજ મહિલા મંડળનો સહયોગ રહ્યો હતો.
હવે આગામી શનિ, રવિ તા.૨૯ અને ૩૦ના ત્રણે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આ પ્રસંગે સવારથી સાંજ દરમમ્યાન પૂજા ,નગરયાત્રા ,હવન , આરતી યોજાશે, આ પ્રસંગે હવનના યજમાન પદે હરસુખભાઇ ગોવિંદજી ઠક્કર (દર્શન એન્જી), જ્યોતિબેન ખીમજી દાવડા પરિવાર (દાવડા શિખંડ ) લાભ લેશે. તેવું જિર્ણોદ્ધાર સમિતિએ જણાવ્યું છે.

