માંડવીમાં શુક્રવારથી બ્યુટી પાર્લર નિઃશુલ્ક તાલીમ

20 મહિલા 30 દિવસમાં આત્મ નિર્ભર બનશે

માંડવીમાં 28મી ઓગસ્ટ શુક્રવારના રક્ષાબંધનના દિવસે દાતાના સહયોગથી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલય ખાતે બ્યુટી પાર્લરના નિ:શુલ્ક તાલીમ વર્ગનું ઉદઘાટન કરવામાં આવશે. માંડવીની સંસ્થા’ દીપ રંજન સેવાકેન્દ્ર’ ગોધરા કચ્છની સમિતિ ,કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને સોનબાઈ લક્ષ્મીદાસ વીરજી ભારમલ (હસ્તે:- દિવ્યાબેન મોહનલાલ ચાંદ્રા ધુણઈ માંડવી)ના સૌજન્યથી 20 બહેનોને 30 દિવસની નિ:શુલ્ક તાલીમ “શ્રી ક્લાસીસ” ના માધ્યમથી આપવામાં આવશે. સંચાલિકા તરીકે સેવા કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરમાર આપશે. તાલીમ લેનાર બહેનોને મટીરીયલ પણ દાતા પરિવાર આપશે તેવું દીપરંજન સેવા કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહ અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ- ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.