ઇન્સાનકી સેવા ઇન્સાન કો કામ આતી હૈ

ભુજમાં મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા નેત્રહીન દંપતીઓને કીટ અપાઈ

ભુજ કચ્છમાં મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ સેવાકીય પ્રવૃતિ માટે કામ કરતું ટ્રસ્ટ છે એના માધ્યમથી ગુરુવારના દિવ્યાંગ દંપતિઓને રાશનકીટ આપવાનો કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસ ભુજમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિની માહિતી અપાઈ હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા ભુજ તાલુકામાં થઈ રહેલા વિકાસના કામોની જાણકારી આપી હતી
ઇન્સાન કી સેવા ઇન્સાન કો કામ આતી હૈ આ પંક્તિને સાર્થક કરતો કાર્યક્રમ મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટના માધ્યમથી રાખવામાં આવ્યો હતો મહારાણી પ્રીતિ દેવી કચ્છની ખૂબ ચિંતા કરે છે તેમની સાથે રહીને ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃતિઓ, જીવદયાના કામો કચ્છ માટે કરે છે આવો જ એક સેવાકીય કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસમાં રાખવામાં આવ્યો હતો.
દીપ પ્રાગટ્ય રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવી, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, માનવ જ્યોતના પ્રબોધ મુન્નવર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના શશીકાંતભાઈ પટેલ, ટ્રસ્ટના જીતેન્દ્રભાઈ ધારશી શાહ વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું. મંગલાચરણ નીતાબેન મહેતા મીનાબેન મહેતાએ કર્યા બાદ સ્વાગત ગીત દ્વારા ભુમી સોલંકીએ સૌને આવકાર્યા હતા. મહેમાનોને આવકાર રતિલાલભાઈ પટેલે આપ્યો હતો.
કાર્યક્રમમાં સેવાભાવી આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં મહારાણી પ્રીતિદેવી ધારાસભ્ય કેશુભાઈ પટેલ, શિવદાસભાઈ પટેલ, કલ્પેશ પુજારા, કાનાભાઈ આહીર, પ્રબોધ મુન્નવર, શશીકાંત પટેલ સહિતના આગેવાનોના હસ્તે દિવ્યાંગ દંપતિઓને કીટ વિતરણમાં જીવનજરૂરી સામગ્રી આપી સહાય અને સન્માનનો અનુભવ કરાવાયો હતો. આ પહેલ માનવસેવા તથા સામાજિક જવાબદારીનું ઉદાહરણ બની હતી.
દીપસિંહ ઝાલા, કાકુભાઈ માણેક, અશોક ખંડોર, જીતુભાઈ શાહ, ચેતનભાઇ ઠક્કર, ભદ્રેશભાઈ દોશી, કિશોરભાઈ કતીરા, અભય સલાટ, અશોક પુજારા, મધુકરભાઈ પ્રેમજી ઠક્કર, જાદવજીભાઈ વરસાણી, મનસુખ વોરા સહિતના હાજર રહ્યા હતા. આયોજનમાં ટ્રસ્ટ ના ટ્રસ્ટી જીતુભાઈ શાહ, વિપુલભાઈ દવે તથા રણજીત વિલા સ્ટાફએ જહેમત ઉઠાવી હતી સંચાલન વાડીલાલભાઈ મહેતાએ કર્યું હતું
સૌ સહયોગીઓ અને ધારાસભ્ય સહિતના મહેમાનોનો જીતુભાઈ શાહે આભાર વ્યક્ત કર્યો હતો.