કચ્છ આવતો એક કરોડનો શરાબ ઝડપાયો

લુધિયાણાથી 1.05 કરોડની કિંમતનો દારૂ ભરીને કચ્છ તરફ આવી રહેલી ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલએ પકડી પાડી સપાટો બોલાવ્યો છે. આ કિસ્સામાં કપડાં અને ચીંથરાંની ગાંસડીઓની આડમાં વીવિધ જાતના શરાબની પેટીઓ છૂપાવીને લઈ અવાતી હતી. બનાસકાંઠા જિલ્લાના થરા નજીક રાજસ્થાન પાસિંગની આ ટ્રક પકડી ડ્રાઈવર ક્લિનરની ધરપકડ કરવામાં આવી છે. હરીશ કુંકણા નામના બાડમેરના સપ્લાયરના કહેવાથી…

Read Full News

પ્યાસીઓના કાળજે જાણે “કારમો ઘા”

ભુજ તાલુકામાં પધ્ધર વિસ્તારમાં ચાર કરોડથી વધુના અંગ્રેજી પ્રકારના દારૂ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ દ્રશ્ય જોઈ અનેક પ્યાસીઓના કાળઝા જાણે કકળી ઉઠ્યા હતા પધ્ધર પોલીસ સ્ટેશન નજીક સરકારી પડતર જમીનમાં પોલીસ દ્વારા કબજે કરાયેલા દારૂને કાયદાકીય રીતે નષ્ટ કરાયો હતો. ​પદ્ધરના 1 અને માધાપરના 5 મળી કુલ 6 કેસમાં આ જથ્થો પકડાયો…

Read Full News

ખંડણી કાંડમાં વધુ પાંચ પકડાયા

ગાંધીધામના ચકચારી ખંડણી કેસમાં મુખ્ય આરોપીઓ સહિત વધુ પાંચ જણની પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પંજાબ ખાતેથી ધરપકડ આરોપીઓમાં જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસેન કીચા, મુનાવર મન્સુર બુચડ, નાગજી બલદેવ દેસાઈ અને સોહીલ જુસબ બૂચડનો સમાવેશ. કેસમાં ધરપકડ નો આંક 10 થયો. 4. 13 કરોડ ની માલમતા કબજે. આરોપીઓનું રીકન્ટ્રક્શન કરાયું.

Read Full News

ભચાઉમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર ધામ પર દરોડો : છ ઝડપાયા

ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે ભચાઉના કોલીયાસરીમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ૬ જણને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજેશભાઈ ડાયાભાઈ રાજપુત (રહે. ભવાનીપુર, ભચાઉ), હાજીભાઈ મુસાભાઈ ઘાંચી (રહે. ભવાનીપુર, ભચાઉ), સબીર અલીમામદ લંઘા (રહે. ભવાનીપુર, ભચાઉ), ધીરજભાઈ ધનાભાઈ કોલી (રહે. કોલીયાસરી, ભચાઉ), પંકજભાઈ સુરતરામ રાજપુત (રહે. કોલીયાસરી, મૂળ એમ.પી.)…

Read Full News

કેફી દ્રવ્યોના કેસો અન્વયે મિલકત જપ્તી

NDPS કેસમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આ પ્રકારની ગુનાખોરીમાં સંડોવાયેલા મૂળ બિહારના વતની પિન્ટુ યાદવની 22.31 લાખની મિલકત જપ્ત કરવામાં આવી છે. માદક પદાર્થોની હેરાફેરી સહિતનીની પ્રવૃત્તિની આવકમાંથી મિલકત વસાવાઈ હોવાનું તપાસમાં સપાટી ઉપર આવ્યું છે. SAFEMA/NDPSA ધારા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. મુંબઈની…

Read Full News

કોલસાની ગાડી પકડાવા મામલે વન કર્મચારી પર જીવલેણ હુમલો

ત્રણ આરોપીનું બેખોફ કૃત્ય : આરોપી ચાલકને છોડાવી ગયા ગેરકાયદેસર કોલસાનો જથ્થો ભરેલી ટ્રક પકડી આ બાબતે ધોરણસરની કાર્યવાહી કરી રહેલા વનરક્ષક પર હત્યાના પ્રયાસ સહિતનો હુમલો કરાયો હોવાનો મામલો નખત્રાણા પોલીસ મથકે નોંધાયો છે. નખત્રાણા તાલુકામાં કાર્યરત વનતંત્રની અરલ મોટી બીટના વનરક્ષક ભારુભાઈ નારણભાઈ ચારણે ત્રણ જણ સામે આ હુમલા વિશે ફરિયાદ નોંધાવી છે….

Read Full News

પાકિસ્તાની ખજૂરની દાણચોરી ઝપટે

મહાબંદર કંડલા ખાતે ડાયરોક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા દાણચોરી અન્વયે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં ૩૬૪ મેટ્રિક ટન પાકિસ્તાની સૂકી ખજૂરનો જથ્થો પકડી પડાયો છે. પકડાયેલીપાકિસ્તાની ખજૂરની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૩ કરોડથી વધુ થવા જાય છે. શંકાસ્પદ લાગેલI હિલચાલના આધારે કંડલા બંદર પરથી ૧૩ કન્ટેનર આ કાર્યવાહીમાં સીઝ કરાયા છે. પાકિસ્તાનથી આ જથ્થો…

Read Full News

હાજીપીર પોલીસે પશુઓની ગેરકાયદે હેરાફેરી લીધી ઝપટમાં

11 પાડા, બે વાહન સહિત રૂ. 4.55 લાખનો મુદ્દામાલ કબજે – બે આરોપી સામે ગુનો નોંધાયો સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર પશુ હેરાફેરી પર અંકુશ લાવવાના પ્રયાસોના ભાગરૂપે હાજીપીર પોલીસ સ્ટેશનને સફળતા મળી છે. સત્યેશ ચાર રસ્તા નજીક હાથ ધરાયેલી વાહન તપાસણી દરમિયાન પોલીસે બે વાહનમાંથી 11 પાડાને ઘાસચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા વિના, ખીચોખીંચ અને ક્રૂરતાપૂર્વક…

Read Full News

જૂની નોટની ઊંચી કિંમતમાં ભુજના યુવકે ખોયા 1.70 લાખ

લાખો રૂપિયાની મહેચ્છા બતાવી ઠગોએ આચર્યું કરતબ એક જૂની ચલણી નોટના બદલામાં ૫૭.૭૫ લાખ આપવાની લાલચમાં આવી ગયેલા ભુજના યુવકને ૧.૭૦ લાખની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બાબતે ભુજ એ ડિવિઝનમાં પોલીસ મથકે વિધિવત ગુનો દાખલ કરાવ્યો છે. જૂની ચલણી નોટો અને યુનિક સિક્કા સામે સારું વળતર આપવાની ફેસબૂક પરની પોસ્ટ જોઈ ભરમાયેલો સતુભા…

Read Full News

ગાંધીધામના ચકચારી ખંડણી કેસમાં 29 લાખની રોકડ સાથે વધુ ત્રણ ઝડપાયા

ગાંધીધામના વ્યવસાયી વ્યક્તિને બંધક બનાવી, દુબઈસ્થિત તેના ભાઈ પાસેથી ૫.૫૫ કરોડની ખંડણી વસૂલવાના ચકચારી કેસમાં પોલીસની તપાસ આગળ વધી રહી છે. આ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીની સંડોવણી ખૂલીછે. પોલીસે આ ત્રણેયને દબોચી લીધા છે. અલગ અલગ વોલેટથી ઓનલાઈન દુબઈ કિંગ નામના માણસને USDT ટ્રાન્સફર કરી આંગડિયા મારફતે ભારતીય ચલણમાં ૨૮.૯૮ લાખ મેળવવા બદલ આ ત્રણ…

Read Full News