ભુજ ખાતે યોજાયો રક્ષાબંધનનો કાર્યક્રમ
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા મંગળવારના ભુજમાં સીમાદળની મુખ્ય કચેરીના જવાનો સાથે રક્ષાબંધનના તહેવારની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
ઓફિસર બલવીરસિંહ અને જવાનોની ઉપસ્થિતિમાં સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી, માંડવીના એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહ અને અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ઉજવાયેલા તહેવાર માટે નિશીત એજ્યુકેશન વેલ્ફેર ફાઉન્ડેશન કાંદીવલી (મુંબઈ) હસ્તે નિશાબેન પિયુષભાઈ શાહ કાંદીવલી (મુંબઈ) તરફથી રાખડી ભેટ આપવામાં આવી હતી. એવોર્ડી ડૉ. પૂર્વીબેન ગોસ્વામી અને ભુજની કન્યા શાળાના આચાર્યા કૃપાબેન નાકરએ જહેમત ઉઠાવી હતી. શારદા સ્કિલ હાઉસના પ્રશિક્ષકો, ટ્રસ્ટીઓ અને તાલીમાર્થી સહયોગી રહ્યાં હતાં. ટ્રસ્ટી ઇલાબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષકો જ્યોત્સનાબેન પઢીયાર અને સોનુબેન યાદવ તથા માંડવીના સંદીપભાઈ માલમ અને શૈલેષભાઈ મીઠાવાલા જોડાયા હતાં.

