બરાયાની નદીનો પુલ બને છે 13 મહિનાથી

મુન્દ્રા તાલુકામાં બરાયા ગામની નદી પરનો પુલ ઝડપ થી બનાવવા માંગ હવે બળવત્તર બની રહી છે. અંદાજે 13 મહિના પહેલા આ પુલના કામ નો પ્રારંભ થયો હતો પણ હજુ કામ માં ઝડપ નહીં હોવા નું જણાઈ રહ્યું છે. તેવી લાગણી વ્યક્ત કરાઈ રહી છે. બરાયા ગામની નદી પરના આ પુલનું છેલ્લાં 13માસ થી કામ ચાલુ છે. મુન્દ્રા થી ભુજ જવું હોય તો આ પુલ નું કામ ચાલુ હોવા થી વાહનો બરાયા નદીની પાપડી પર થી પસાર થાય છે અને નદી ની પાપડી નો માર્ગ સિંગલ હોવા થી ભારે વાહનો સામ સામે આવી જતા કલાકો સુધી ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે અને વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે. તેવું પણ રજુઆતમાં જણાવાયું છે. હાલે પુલ નું કામ ચાલુ છે અને પુલ નીચે નદી ના પટ માં મશીનરી થી કામગીરી નો ધમધમાટ જોઈ શકાય છે. પાયા ની કામગીરી બાદ હવે પુલનું નિર્માણ ઝડપ થી થાય એવી પ્રબળ લોક માંગ ઉઠી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *