નખત્રાણામાં પાણીની લાઇન તૂટતા ફુવારો ઉડયો : હજારો લીટર જળ વેડફાયું

નખત્રાણા ખાતે પેટ્રોલ પંપ સામે પાણીની લાઈન તૂટતા ફુવારા ઉડ્યા હતા. સુરલભીઠ વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા આ પાઇપલાઇન નાખવામાં આવી હતી.
વારંવાર પાઇપલાઇનમાં ફોલ્ટ થતાં નગરપાલિકાને રીપેર કરવા માટે ખર્ચ કરવા પડે છે હજુ ચાર મહિના થયા છે અને હવે અવારનવાર આ સમસ્યા સર્જાય છે આ લાઈન માંથી સુરલભીટ વિસ્તારને કનેક્શન આપવામાં આવ્યું છે જેમાં નબળો માલ વપરાયો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.