મુન્દ્રા એસ ટી.ના બે કર્મચારીને વિદાયમાન

મુન્દ્રા એસ ટી. ડેપોમાં ફરજ બજાવતા અને 28 વર્ષ ની નોકરી પૂર્ણ કર્યા બાદ ભદ્રેશ્વરના હનુભા જાડેજા નિવ્રુત્ત થતા તેમનો વિદાય માન સમારોહ મુન્દ્રા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી ખાતે યોજાયો હતો .તેમજ એસ ટી માં 27વર્ષ ની નોકરી પૂર્ણ કરનારા કંડક્ટર તરીકે ફરજ બજાવતા મૂળ મોટી તુંબડી ના આલુસિંહ જાડેજા નિવ્રુત્ત થતા તેમનો પણ વિદાય સમારોહ યોજાયો હતો .. આ પ્રસંગે એસ ટી વિભાગ ના ડી ટી ઓ વિપુલ ચૌધરી અને ભુજ ડિવિઝન ના એ ટી એસ શામજી આહિરે ઉપસ્થિત રહી બંને કર્મચારીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી .મુન્દ્રા એસ ટી વિભાગ ના ડેપો મેનેજર વિશાલગર ગુંસાઈ એ પણ શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી નિવૃત થતા ડ્રાઇવર હનુભા જાડેજા મુન્દ્રા -નારાયણસરોવર રૂટ માં ફરજ બજાવતા હતા. ફરજ દરમ્યાન આ વિસ્તાર માં આવતા જંગલ વિસ્તાર માં કૂતરા ને રોટલા ,બિસ્કિટ ,તેમજ પક્ષીઓના કૂંડા ચકલીગર લગાડવા અને ગૌ સેવા સહિત ની સેવાકીય પ્રવ્રુતિ માં તેઓ જોડાયેલા હતા વિદાય સમારોહ માં ભાવનગરથી આવેલા વનરાજ સિંહ ઝાલા ,ભુજ ના મિતેશ ઠક્કર તેમજ મુન્દ્રા એસ ટી ના ફકીર મામદ સમેજા ,અરવિંદ સિંહ જાડેજા ,સુરૂ ભા જાડેજા ,યોગેશ સેવક ,મનહર વેદાંત ,મહિપતસિંહ જાડેજા ,તેમજ એસ ટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *