હારકે ભી જો બાઝી જીતે ઉસે બાઝીગર કહેતે હૈ

સમગ્ર રાજ્યની વકીલ આલમમાં ઉત્કંઠા અને ઉત્તેજના સાથે ભારે રસાકસી ઉભી કરનાર ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં કચ્છનું સ્થાન ખાલી રહ્યા બાદ હવે નવા નિર્ણય અને નિયમને લઈને કચ્છને ફરી આ મહત્વનું સ્થાન મળવાના ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે.મહિલા અનામત અને વિશિષ્ટ તથા અટપટી ગણતરીને લઈને બી.સી.જી.ની ચૂંટણીમાં કચ્છ ભુજના ધારાશાસ્ત્રી મગન રાજીયાભાઈ ગઢવીનો સમાવેશ વિજેતાઓની યાદીમાં થઈ શક્યો ન હતો. પણ હાલમાં નવા નિર્ણય તથા સર્વોચ્ચ અદાલતની આ માટેની માર્ગદર્શિકા અને રાજ્ય બારની દરખાસ્ત મુજબ કચ્છના એડવોકેટ મગનભાઈ ગઢવીનો સમાવેશ વકીલોના આ રાજ્ય સ્તરના સંગઠનમાં થવાનું નક્કી બન્યું છે.મહિલા ઉમેદવારો માટેની અનામત કરાયેલી બેઠકોને લઈને રાજ્ય બાર કાઉન્સિલમાં પુરુષ સભ્યોની સંખ્યા ઘટી છે. પણ નવા નિર્ણય મુજબ પુરુષ સભ્યોની સંખ્યા હતી તેટલી જ કરવાનો અને મહિલા અનામત મુજબ બારની બેઠકો વધારવાનો નિર્ણય કરાતા અમુક ઉમેદવારો હાર્યા હતા તેમના માટે પણ બી.સી.જી.ના દ્વાર ખુલવાની ઘડીઓ આવી પહોંચી છે. કચ્છના શ્રી ગઢવી માટે પણ હારેલી બાઝી અંકે કરવાની પૂર્ણ તક આથી ઉભી થઇ છે.સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ બી.સી.જી.એ બેઠકો વધારવાની દરખાસ્ત કરી દીધી છે. આ બાબત ગેઝેટમાં આવી જવા સાથે પાંચ હારેલા ઉમેદવારોનો સભ્ય ના પ્રવેશનો માર્ગ મોકળો બનશે. આ પાંચ સભ્યોમાં કચ્છના મગનભાઈ ગઢવીનો નંબર બીજો હોવાથી એમના માટે બાઝીગર થવાની પૂર્ણ સંભાવના તૈયાર થઈ ચૂકી છે.ભુજને કર્મભૂમિ બનાવી વકીલાત કરતા મગનભાઈ ગઢવી મૂળ માંડવી તાલુકાના પાંચોટીયા ગામના વતની છે. હાલે તેઓ વકીલોના રાષ્ટ્રીય ફોરમમાં મહામંત્રી તરીકે રાષ્ટ્ર સ્તરે સેવા આપી રહ્યા છે. તો દેશભરમાં પથરાયેલા નરેન્દ્ર મોદી વિચાર મંચમાં લીગલ સેલના રાજ્ય અધ્યક્ષ તરીકે પણ તેઓ કાર્યરત છે. અગાઉ રાજ્ય બારની શિસ્ત સમિતિમાં કો ઓપટ સભ્ય તરીકે કચ્છ સહિતના વકીલો માટે તેમણે કરેલી કામગીરી રાજ્યભરમાં જાણીતી બની હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *