મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા સોમવારે નાયબ પોલીસ અધિક્ષક આર.એમ. ચૌધરી ના નેતૃત્વમાં જખૌ સેક્ટરમાં મરીન કમાન્ડો ટીમ દ્વારા છછી લાઇટ હાઉસ, સાંધાણ, સુથરી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટો ઉપર ખાસ નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.હાલમાં દરિયો તોફાની હોવાથી સતર્ક રહેવા પણ સૂચનાઓ આપી હતી ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા તેમજ DIGP એ.એમ. મુનિયા, S.P. એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગ રૂપે આ પ્રકારની ખાસ ડ્રાઇવ યોજાઈ હતી.
મરીન કમાન્ડોએ સરહદે સ્વતંત્રતા પર્વ અન્વયે સુરક્ષા સઘન બનાવી

