ભચાઉમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર ધામ પર દરોડો : છ ઝડપાયા

ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે ભચાઉના કોલીયાસરીમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ૬ જણને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજેશભાઈ ડાયાભાઈ રાજપુત (રહે. ભવાનીપુર, ભચાઉ), હાજીભાઈ મુસાભાઈ ઘાંચી (રહે. ભવાનીપુર, ભચાઉ), સબીર અલીમામદ લંઘા (રહે. ભવાનીપુર, ભચાઉ), ધીરજભાઈ ધનાભાઈ કોલી (રહે. કોલીયાસરી, ભચાઉ), પંકજભાઈ સુરતરામ રાજપુત (રહે. કોલીયાસરી, મૂળ એમ.પી.) અને નરોતમ ગજરાજ માવર (રહે. કોલીયાસરી, મૂળ એમ.પી.)નો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ રોકડા રૂપિયા: ૧૨,૧૧૦, મોબાઈલ ફોન: ૦૩ નંગ (કિંમત રૂ. ૧૫,૦૦૦/-) મળી કુલ મુદ્દામાલ: રૂ. ૨૭,૧૧૦નો કબજે કરાયો હતો. તેમ પોલીસે કહ્યું હતું. ભચાઉ પીઆઈ તથા સર્વેલન્સ સ્ટાફે આ કામગીરી કરી હતી.