અંજાર : આ ઐતિહાસિક શહેરમાં આવેલા પૌરાણીક સ્થાનક જેસલ તોરલ સમાધિને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરાયો હતો પરંતુ સ્થાનિક રાજકીય ઈચ્છાશક્તિ સહિતના કારણોના લીધે અંદાજિત 2.74 કરોડના ખર્ચે બનેલુ વિશ્રામ ગૃહ છેલ્લા કેટલાય વર્ષોથી શોભાના ગાંઠિયા સમાન બન્યું છે જેને લઈને પ્રવાસીઓમાં છતી સુવિધાએ સવલત ન મળવાની નારાજગી જોવા મળી રહી છે.વિશ્વવિખ્યાત જેસલ તોરલ સમાધિને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો આ પ્રકલ્પ શરૂઆતના તબક્કાથી અંતરાયો અને વિક્ષેપોમાં મુકાયો હતો ભારે ચડાવ ઉતાર બાદ આ પ્રકલ્પનું કામ પૂર્ણ થયું હતું અને 2.74 કરોડના ખર્ચે અહીં વિશ્રામ ગૃહ સ્થાનિક દુકાનો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતીલાંબા સમયથી આ વિશ્રામગૃહને કાર્યરત કરવા તથા નિર્માણ પામેલી દુકાનોની ફાળવણી જેવા મહત્વના મુદ્દા ઉપર સ્થાનિક વહીવટી પ્રશાસન દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેની વર્તમાન સંજોગો ચાડી ખાઈ રહ્યા છેદૂર દૂરથી આવતા પ્રવાસીઓ આ શોભાના ગાંઠીયા સમાન બનેલા વિશ્રામ ગૃહને બંધ હાલતમાં જોઈ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેમજ સ્થાનિક વહીવટી પ્રશાસનની આ પ્રકારની નીતિના કારણે અંજાર શહેરનો વિકાસ અવરોધાયો હોવાની લાગણી પણ સ્થાનિકોએ વ્યક્ત કરી હતીશહેરમાં ઉઠેલા ગણગણાટ અન્વયે બહાર આવેલી વિગતો અનુસાર કથિત રાજકીય હરીફાઈ અને હુંસાતુંસી ના કારણે આ આ પ્રકલ્પને આગળ વધારવામાં આવતો નથી તેમજ સ્થાનિક વહીવટી તંત્ર પણ આ મુદ્દે ઓઢવમાં મુકાયું છે એકંદરે રાજકીય દાવ પેજ ના ગ્રહણ તળે અંજારનો આ મહત્વકાંક્ષી પ્રકલ્પ હાલધુળ ફાકી રહ્યો છે અને રાજ્ય સરકારની પ્રતિષ્ઠા ખરડાઈ રહી છે આ વિશ્રામ ગૃહને ઝડપભેર પ્રવાસીઓ માટે ખોલવામાં આવે તેવી માંગ નગરજનો અને પર્યટકો કરી રહ્યા છે.
જેસલ તોરલ સ્થાનકે વિશ્રામગૃહ “આરામ”માં

