Headlines

ફરાદી-રામાણીયા માર્ગે ૮.૭૩ કરોડના ખર્ચે નવા પુલનું નિર્માણ, આઠ ગામની સમસ્યા સુલઝી

ચોમાસામાં રસ્તો બંધ થવાની હાલાકી હવે બની ભૂતકાળ માંડવી તાલુકાના બિદડા, ફરાદી અને રામાણીયાને જોડતા માર્ગ પર ફરાદી અને રામાણીયા વચ્ચે વર્ષો જૂની પાપડી હતી. વર્ષ ૨૦૨૪માં રાજ્ય સરકાર દ્વારા આ માર્ગના વિકાસ માટે ૮.૭૩ કરોડની રકમ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટ અંતર્ગત, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ભુજ દ્વારા હાલમાં આ જૂની પાપડીની જગ્યાએ…

Read Full News

અદાણી બંદર મુન્દ્રાએ સ્થાપ્યો નવો રાષ્ટ્રીય વિક્રમ

એક જ જહાજ પર 21,085 કન્ટેનરનું હેન્ડલિંગ કરવાની સિદ્ધિ મુન્દ્રા : અદાણી પોર્ટ્સના ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે કન્ટેનર જહાજ MSC AMBRA પર 21,085 કન્ટેનર હેન્ડલિંગ કરીને ઐતિહાસિક પોર્ટ ઓપરેશનલ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના કોઈ પણ પોર્ટ પર એક જ જહાજમાં હેન્ડલ કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ કન્ટેનર વોલ્યુમ છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિએ નવો…

Read Full News

કચ્છના પ્રાચીન ઇતિહાસમાં નવો અધ્યાય

કચ્છના રણમાંથી મળેલી શોધ દેશ માટે મહત્વની : 100થી વધુ માનવ કંકાલ, માટીના વાસણો વગેરે મળ્યા કચ્છના રણમાંથી એક એવી પુરાતત્વીય શોધ સામે આવી છે જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના ઇતિહાસ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કચ્છ યુનિવર્સિટીના સંશોધકોને રણ વિસ્તારમાં 100થી વધુ માનવ કંકાલો પ્રાચીન માટીના વાસણો અને વસાહતના…

Read Full News

લોકોના નસીબે તો ચાલવાનું ફૂટપાથની આસપાસ જ

સુપ્રીમ કોર્ટ દ્વારા આ સપ્તાહે ફૂટપાથોને દબાણમુક્ત રાખવા મહત્વપૂર્ણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ નિર્દેશના અનુસંધાને કચ્છના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં વર્ષોથી ફૂટપાથો પર શાકભાજી, નાસ્તા અને અન્ય લારીઓના દબાણ યથાવત જોવા મળ્યા છે. રાહદારીઓની સુવિધા માટે બનાવાયેલા ફૂટપાથો અનેક સ્થળોએ દબાણના કારણે ઉપયોગમાં રહી શકતા નથી. પરિણામે લોકોને મુખ્ય માર્ગ પરથી પસાર…

Read Full News

એનાલોગ પનીર અને ચીઝ બાબતે તપાસ ઝુંબેશ

ભુજના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૧૮ પેઢીઓ પર તપાસ ગુજરાત સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્યપદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો ‘એનાલોગ પનીર’ અને ‘ચીઝ એનાલોગ’ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી હુકમનું અમલીકરણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ-કચ્છના…

Read Full News

કચ્છ આવતો એક કરોડનો શરાબ ઝડપાયો

લુધિયાણાથી 1.05 કરોડની કિંમતનો દારૂ ભરીને કચ્છ તરફ આવી રહેલી ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલએ પકડી પાડી સપાટો બોલાવ્યો છે. આ કિસ્સામાં કપડાં અને ચીંથરાંની ગાંસડીઓની આડમાં વીવિધ જાતના શરાબની પેટીઓ છૂપાવીને લઈ અવાતી હતી. બનાસકાંઠા જિલ્લાના થરા નજીક રાજસ્થાન પાસિંગની આ ટ્રક પકડી ડ્રાઈવર ક્લિનરની ધરપકડ કરવામાં આવી છે. હરીશ કુંકણા નામના બાડમેરના સપ્લાયરના કહેવાથી…

Read Full News

પ્યાસીઓના કાળજે જાણે “કારમો ઘા”

ભુજ તાલુકામાં પધ્ધર વિસ્તારમાં ચાર કરોડથી વધુના અંગ્રેજી પ્રકારના દારૂ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ દ્રશ્ય જોઈ અનેક પ્યાસીઓના કાળઝા જાણે કકળી ઉઠ્યા હતા પધ્ધર પોલીસ સ્ટેશન નજીક સરકારી પડતર જમીનમાં પોલીસ દ્વારા કબજે કરાયેલા દારૂને કાયદાકીય રીતે નષ્ટ કરાયો હતો. ​પદ્ધરના 1 અને માધાપરના 5 મળી કુલ 6 કેસમાં આ જથ્થો પકડાયો…

Read Full News

મુંદરાનું પ્રવેશદ્વાર બની રહ્યું છે અકસ્માત ઝોન

ગતિ અવરોધકના અભાવે વાહનો અનિયંત્રિત બંદરીય વિકાસની પ્રક્રિયાને લઈને સતત વિકસી રહેલા મુન્દ્રા નગરના પ્રવેશદ્વાર સમાન ડાક બંગલા ત્રણ રસ્તા પર અકસ્માતનો સતત ભય રહ્યા કરે છે. આ સ્થળે ગતિ અવરોધક અને ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની આવશ્યકતા ઉભી થઇ છે. ડાક બંગલા ત્રણ રસ્તા પાસે વાહનોની સતત અવરજવર અને ભારે ટ્રાફિક રહે છે. તેના કારણે લોકો…

Read Full News

હર ઘર તિરંગા ઉજવણીને આખરી ઓપ અપાયો

ભુજમાં આયોજન બેઠકમાં સૂચના માર્ગદર્શન અપાયા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના સંદર્ભે આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્યથી લઈને જિલ્લાકક્ષા સુધીના કાર્યક્રમોના આયોજન બાબતે માર્ગદર્શન પુરું પડાયું હતું. ૧૪ ઓગસ્ટના દિવસે ગાંધીધામમાં વિશાળ તિરંગા રેલીના આયોજન સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા…

Read Full News

ખંડણી કાંડમાં વધુ પાંચ પકડાયા

ગાંધીધામના ચકચારી ખંડણી કેસમાં મુખ્ય આરોપીઓ સહિત વધુ પાંચ જણની પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પંજાબ ખાતેથી ધરપકડ આરોપીઓમાં જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસેન કીચા, મુનાવર મન્સુર બુચડ, નાગજી બલદેવ દેસાઈ અને સોહીલ જુસબ બૂચડનો સમાવેશ. કેસમાં ધરપકડ નો આંક 10 થયો. 4. 13 કરોડ ની માલમતા કબજે. આરોપીઓનું રીકન્ટ્રક્શન કરાયું.

Read Full News