શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનનું પ્રસ્થાન

પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ સહિત વિવિધ રેલવે પરિયોજનાઓનું રાષ્ટ્રને સમર્પણ

ગુજરાતમાં રેલવેના માળખાગત માળખા, માલ પરિવહન સુવિધાઓ, લૉજિસ્ટિક્સ નેટવર્ક તથા યાત્રી રેલવે કનેક્ટિવિટીને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ રેલવે, સૂચના અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિકી અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવએ મંગળવારના વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ગુજરાતમાં વિવિધ રેલવે પરિયોજનાઓ અને યાત્રી સુવિધાઓનું લોકાર્પણ, ઉદઘાટન અને શુભારંભ કરાવ્યા હતા.
આ અવસર રેલવે મંત્રીએ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવીને રવાના કરાવી હતી. આ સાથે જ શિવલખા, ભીમાસર, દેવલિયા, ચંડીસર અને લિંચ સ્થિત પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ્સને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા. સાથેસાથે અંજાર સ્ટેશન પર ટ્રેન નંબર 22829/22830 ભુજ–શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.પોતાના સંબોધનમાં રેલવે મંત્રીએ કહ્યું કે આજનો કાર્યક્રમ રેલવેમાં નવાચાર અને નવી વિચારસરણીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રેલવેની કામગીરીની પદ્ધતિમાં સર્વગ્રાહી પરિવર્તન આવ્યું છે. નવી સમસ્યાઓના નવા ઉકેલો શોધવા, નવાચારને અપનાવવા અને ક્ષેત્રની વાસ્તવિક સમસ્યાઓ માટે ટેકનોલોજી આધારિત ઉકેલો વિકસાવવાની દિશામાં રેલવે નિરંતર કામ કરી રહ્યું છે.
આજના કાર્યક્રમ મારફતે ગુજરાતમાં પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલોને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા. આ ટર્મિનલો મારફતે આધુનિક માલ વ્યવસ્થાપન અને લોજિસ્ટિક્સ સુવિધાઓનો વિસ્તાર થશે તેમજ રેલવે આધારિત માલ પરિવહનને નવી ગતિ મળશે. તેવું જણાવાયું હતું. ગુજરાતમાં પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલોને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા. આ ટર્મિનલોથી આધુનિક માલ વ્યવસ્થાપન અને લોજિસ્ટિક્સ સુવિધાઓનો વિસ્તાર થશે તેમજ રેલવેના માધ્યમથી માલ પરિવહનને વધુ પ્રભાવશાળી અને સુગમ બનાવવામાં સહાયતા મળશે.
રેલવે મંત્રી દ્વારા ટ્રેન નંબર 22829/22830 ભુજ-શાલીમાર એક્સપ્રેસના અંજાર સ્ટેશન પર સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સુવિધા અંજાર અને આસપાસના ક્ષેત્રોના યાત્રીઓ માટે મહત્વપૂર્ણ યાત્રી સુવિધા છે. આ સ્ટોપેજથી યાત્રીઓને ભુજ–શાલીમાર એક્સપ્રેસ મારફતે દેશના વિવિધ પ્રમુખ શહેરો અને મહત્વપૂર્ણ ગંતવ્ય સ્થાનો સુધી વધુ સુવિધાજનક રેલવે યાત્રાનો લાભ મળશે.આ અવસર પર ગુજરાત સરકારના રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા, મેયર દિવ્યાબેન નાથાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ગોપાલપુર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું.નવા સ્ટેશનના વિકાસથી ક્ષેત્રમાં રેલવે સંપર્ક અને યાત્રી સુવિધાઓને મજબૂતી મળશે તેમજ આસપાસના યાત્રીઓ માટે રેલવે પરિવહનની પહોંચ વધુ ઉત્તમ થશે. તેમ જણાવાયું હતું. કાર્યક્રમોમાં બાબુભાઈ દેસાઈ, ચંદુભાઈ શિહોરા અને રાજુભાઈ શુક્લા તેમજ ધારાસભય પ્રકાશભાઈવરમોરા, વીરેન્દ્રસિંહ જાડેજા, અનિકેત ઠાકર, સુખાજી ઠાકોર અને મુકેશભાઈ પટેલ સહિત અન્ય જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી.