દશ દિવસીય ઉત્સવનો ભાવભેર કરાયો પ્રારંભ
વિઘ્નહર્તા દેવ ભગવાન ગણેશજીનું ગાડામાં આગમન કરાવવા સાથે ભુજ તાલુકામાં રેલડી સ્થિત ભાવેશ લક્કી ફાર્મ ખાતે દશ દિવસીય ગણેશ મહોત્સવ’નો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કરાયો હતો.
ભાવેશ લક્કી ફાર્મ અને નમો નવરાત્રી પદયાત્રી સેવા કેમ્પ’ દ્વારા આયોજિત આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમો યોજાશે. આ ૧૦ દિવસીય ગણેશ ઉત્સવની શરૂઆત (સ્થાપના) સોમવારે વિધિપૂર્વક કરવામા આવી હતી. જ્યારે ગણેશ વિસર્જન આગામી તા. ૨૪ના યોજાશે. મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૬:૩૦ વાગ્યે મહા આરતી યોજાશે.
આ દસ દિવસીય મહોત્સવ દરમિયાન ભક્તો માટે દરરોજ સાંજે મહા આરતી ઉપરાંત રાસ ગરબા, સંધ્યાપાઠ અને સંતવાણી જેવા અનેક ભક્તિસભર કાર્યક્રમો યોજાશે. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમીને ગણપતિ બાપ્પાના દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દરમ્યાન રવિવારે સાંજે મહોત્સવ અંતર્ગત દુંદાળા દેવની સ્થાપના વૈદિક મંત્રો સાથે હરિદ્વાર અને વૃંદાવનના શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર અનંતા સ્વામી અને તેમના શિષ્ય પાતળેશ્વર મંદિર માંડવીના સંત દીપતાનંદજી દ્વારા ભૂદેવો સાથે કરાઈ હતી. આ પહેલા વિઘ્નહર્તા દેવને ગાડામાં સવાર કરીને વાજતેગાજતે પંડાલમાં લવાયા હતા. આ પ્રસંગે વિવિધ સંતોની ઉપસ્થિતિ રહી હતી. પધ્ધરના માજી સરપંચ યોગેશભાઈ, આયોજક પરિવારના મમતાબેન જયંતીલાલ ઠક્કર, ભક્તિબેન ભાવેશભાઈ ઠક્કર, અર્પિત ઠક્કર, જાનવીબેન ઠક્કર, ઓમ ઠક્કર વગેરે પૂજન અર્ચનમાં જોડાયા હતા.
નયનાબેન મુકેશભાઈ, હંસાબેન કૈલેશભાઈ, કુસુમબેન જયસુખભાઈ, મીનાબેન પરેશભાઈ, નિરાવભાઈ બગગા વગેરે જોડાયા હતા. મહોત્સવ આયોજન વ્યવસ્થા દેવજી કન્નર, નયન ડુડિયા, કુશલ ઠક્કર, અશોક કન્નર, પ્રવિણસિંહ સોઢા, કિશન ગોર, ગણેશ આહીર, વલુંભાઈ વગેરે સંભાળી રહ્યા છે.

