Headlines

અબડાસા વિસ્તારમાં ખેડૂતો માટે 10 કલાક વીજ પુરવઠો જરૂરી

ધારાસભ્ય દ્વારા રાજ્ય સ્તરે રજુઆત અબડાસા વિધાનસભા વિસ્તારમાં ખેડૂતોને 10 કલાક વીજપુરવઠો પૂરો પાડવામાં આવે તેવી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અબડાસા વિધાનસભા વિસ્તાર ખેતીપ્રધાન વિસ્તાર છે. હાલની પરિસ્થિતિમાં નહિવત વરસાદ છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે….

Read Full News

પૂરતા વ્યવસાયિક કોર્સના અભાવે કચ્છી છાત્રોના ભાલે શૈક્ષણિક હિજરતનું તિલક હજુયે કાયમ

લાંબા સમયનો મુદ્દો પોકારે છે ઉકેલ માટેની આલબેલ કચ્છની યુવતી સાથે હાલમાં જ અમદાવાદમાં દુષ્કર્મની ઘટના બન્યા બાદ કચ્છ બહાર અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના મુદ્દે ફરી એકવાર ચર્ચા છેડાઈ છે. જેના નિષ્કર્ષ મુજબ કચ્છમાં આવશ્યક અને પૂરતા શૈક્ષણિક કોર્ષનાં અભાવે છાત્રોની શિક્ષણ હિજરત કાયમ રહી છે. પરાપૂર્વથી કચ્છના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અમદાવાદ સહિતના શહેરોમાં જવાની…

Read Full News

યુનિ.ના ધોરડો એક્સટે. સેન્ટરનો પ્રારંભ

દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે આહવાન કચ્છ યુનિવર્સિટી દ્વારા 2024 25 થી કચ્છના છેવાડાના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે પહોંચતું કરવા માટે એક્સટેન્શન સેન્ટરો શરૂ કરાયા છે, તેમાં આ વર્ષે નવા પાંચ સેન્ટર ઉમેરી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આ વચ્ચે કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણથી નજીકના ધોરડો અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને પણ…

Read Full News

ગાંધીવાદી નેતાને શ્રધ્ધાસુમન

ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભુજના પૂર્વ નગરપતિ સ્વ. કુંદનભાઈ ધોળકિયાની ૧૦૬મી જન્મ જયંતી ભુજ ખાતે વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાઇ હતી ટાઉનહોલ નજીક આવેલી સ્વની પ્રતિમા સમક્ષ વંદના કરાઈ હતી. ભુજ નગરપાલિકા સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વંદના કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા વતી નગરપતી શીતલભાઇ શાહ, કુંદનલાલ ધોળકિયા સ્મારક સમિતિના અવિનાશભાઈ વૈદ્ય ,…

Read Full News

શ્રાવણમાં રોજ આનંદેશ્વર શિવાલયે ૫૧૦૦ બીલીપત્ર ચડાવાશે

શિવયાગ હવન, રુદ્રાભિષેક વગેરે યોજશે શ્રાવણ માસના પવિત્ર અવસર પર અબડાસામાં ડુમરા સ્થિત આનંદેશ્વર મહાદેવ મંદિર સંકુલ ખાતે નિત્ય મહાદેવ અને સ્થાપિત દેવોના પૂજન અને રુદ્રાભિષેક સાથે ૫૧૦૦ બિલીપત્ર પ્રત્યેક દિવસે અર્પણ કરવામાં આવશે સમગ્ર માસ દરમ્યાન 1.51 લાખ બીલીપત્ર ચડાવાશે. શિવયાગ (હવન ) અને સાંજે શિવ સહસ્ત્ર નામના પાઠ, શિવ ચાલીસા, હનુમાન ચાલીસા, શિવ…

Read Full News

બાગ-મસ્કા શાળામા કુલરનું લોકાર્પણ

માંડવી તાલુકામાં બાગ-મસ્કા પ્રાથમિક શાળામાં તાજેતરમાં આર.ઓ. પ્લાન્ટ અને ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ કરાયું હતુ. આર.ઓ. પ્લાન્ટ ગામના લોકોએ બનાવી આપેલું છે જ્યારે વોટર કુલર દાતાના સહકારથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાએ આપેલું. છે. સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રમુખપદે લોકાર્પણ સમારોહના અતિથિવિશેષ પદે માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોર અને માંડવીના એવોર્ડ…

Read Full News

અગ્રણીની જન્મતિથિએ સેવકાર્યો

અબડાસા વિભાગના પૂર્વ ધારાસભ્ય સ્વ નરેન્દ્રસિંહ જાડેજાની જન્મ જયંતી એ ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાના રીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદને રાશન કીટ અપાઈ હતી. તો જીવ દયા પ્રવૃતિ પણ કરવામાં આવી હતી સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, અંકિતા ધોકાઈ, મહિલા અગ્રણી નીતા શાહ, માલશ્રી બેનગઢવી, નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ…

Read Full News

A–4 ફોર્મેટમાં વકીલો અરજદારો માટે રાહત

ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય : 10મીથી અમલ ગુજરાત હાઈકોર્ટએ  મોટો નિર્ણય લીધો છે. જેથી વકીલો માટે રાહત થઈ છે. હસ્તલિખિત અને કેટલીક મહત્વપૂર્ણ અરજીઓને A4 ફોર્મેટિંગ નિયમમાંથી મુક્તિ આ નિર્ણય અંતર્ગત આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ જિલ્લા અદાલતોમાં A4 સાઈઝના પેપર અને સ્ટાન્ડર્ડ ફોર્મેટિંગનો નવો નિયમ તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ થી લાગુ કર્યો…

Read Full News

વરસાદ ખેંચાતા વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો

તુલનામાં 39.24 ટકા ધરા હજુ હળ ચાલે તેની રાહમાં પરાપૂર્વથી ખેતી જ્યાં મુખ્ય વ્યવસાય છે તેવા કચ્છ જિલ્લામાં વરસાદની ખેંચ સર્જાવા વચ્ચે ખેતીક્ષેત્રે વાવેતરમાં 2.20 લાખ હેક્ટરનો નોંધનીય ઘટાડો થયાનું બહાર આવ્યું છે. કચ્છમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વાવેતર વિસ્તારમાં 39.24 ટકાનો ઘટાડો હોવાની વિગતો પ્રાથમિક રીતે સપાટી ઉપર આવી રહી છે. બહાર આવેલા…

Read Full News

હવે મુંદારાથી અમદાવાદ હવાઈ સેવા

મુંદ્રા સ્થિત અદાણી એરપોર્ટ પરથી હવાઈ મુસાફરીની સુવિધામાં વધુ એક મહત્વનો ઉમેરો થવા જઈ રહ્યો છે. હવે મુન્દ્રા મારફતે કચ્છ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ સાથે જોડાઈ રહ્યું છે. તાજેતરમાં દિલ્હી, ગોવા, મુંબઈ, સુરત સહિતના વિવિધ શહેરો માટેની હવાઈ સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે મુંદ્રાને અમદાવાદ સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી મળવા જઈ રહી છે. સ્ટાર…

Read Full News