શૈક્ષિક મહાસંઘની શુભેચ્છા મુલાકાત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, માંડવી તાલુકાની નવનિયુક્ત કારોબારી ટીમ દ્વારા ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તાલુકાની શૈક્ષણિક સ્થિતિ, શિક્ષકોના વિવિધ પ્રશ્નો તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. હોદ્દેદારો અધ્યક્ષ પ્રવીણ ભાઈ કન્નડ ,જિલ્લા મહિલા ઉપાઘ્યક્ષ દક્ષાબેન રાણીપા, જિલ્લા સહમંત્રી નવીનભાઈ ખાંખલા, તાલુકા મહિલા ઉપાઘ્યક્ષ…

Read Full News

રાપરમાં તાલુકા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રાની ઉજવણી, રેલી યોજાઈ

ભાષાને બચાવવા માટે પ્રયાસ સાથે છાત્રો, અગ્રણીઓ જોડાયા રાપરમાં તાલુકા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. સર્વ ભાષાની જનની સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે આ ભાષાને બચાવવાનો આ નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો . યાત્રાની શરૂઆત રાપરના દેના બેન્ક ચોકથી નગાસર તળાવ સુધી ડીજે સાથે રેલી કાઢીને કરાઇ હતી. સંસ્કૃતને ઉજાગર કરતા…

Read Full News

મુન્દ્રા તાલુકાના વાંકી વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનશે

સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે જિલ્લા પંચાયતમાં ઠરાવ કરાશે મુન્દ્રા તાલુકાના વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક બેઠકમાં વાંકી સહિત આસપાસના ૧૫ થી ૨૦ ગામોના નાગરિકોને સુગમ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી વાંકી ખાતે નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાવવા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવાનો તથા આરોગ્ય કેન્દ્રમાં…

Read Full News

માંડવીમાં ગુરુવારથી પંચ દિવસીય મહોત્સવ

ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ માંડવીના ઉપક્રમે ૨૭મી ઓગસ્ટ ગુરુવારથી પંચ દિવસીય મહોત્સવનો શુભારંભ થશે. આ નિમિતે ભક્તામર તપનો ઉજમણો – કનકસુરી દાદાની સ્વર્ગારોહણ તિથિ તથા શીતલનાથ દાદાનો ધ્વજારોહણ એમ ત્રિવેણી સંગમ કાર્યક્રમ દિવ્યગીરાશ્રીજી મ.સા. આદિ ઠાણા-૩ ની હાજરીમાં યોજાશે. તેમ માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી…

Read Full News

મસ્કાના સ્મશાનમાં કામોનું ખાતમુર્હુત

દાતાના સહયોગથી આધુનિક બનાવવાની જાહેરાત માંડવી તાલુકાના મસ્કા ગામના સનાતન હિન્દુ સ્મશાનમાં સરકાર, સંસ્થા અને દાતાઓના સહયોગથી ત વિવિધ કામોનું ખાતમુહૂર્ત થયું હતું. મસ્કા મુક્તિધામમાં સોમવારના યોજાયેલા કાર્યક્રમમાં મસ્કાના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કિર્તીભાઈ ગોરે સૌને આવકારી જણાવ્યું હતું કે, સ્મશાનમાં પાણીનો ટાંકો અને શૌચાલય જેવા કામો કરવામાં આવશે. ટાંકા અને…

Read Full News

કચ્છભરમાં ઈદે મિલાદુન્નબીએ શાંતિ એકતાની શીખ

વિવિધ સ્થળે પરંપરાગત ઝુલુસમા મુસ્લિમ બિરાદરો જોડાયા ઇસ્લામ ધર્મના અંતિમ પયગંબરના જન્મ દિવસ નિમિત્તે બુધવારે કચ્છમાં ઈદે મિલાદુ ન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં ભુજ, ગાંધીધામ, માંડવી , રાપર અને અંજાર સહિતના નાના મોટા ગામોમાં ઝુલુસ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બાલ મુબારકની ઝિયારત, તકરીર અને ન્યાઝ સાથે જરૂરતમંદ લોકોને ખૈરાત અપાઈ હતી. હિન્દૂ-મુસ્લિમ ભાઇઓએ…

Read Full News

હવે રોયલ સ્ટેગ નહી ‘રોયલ ચેલેન્જ ’!

આદિપુરમાં બનાવટી દારૂની ફેક્ટરી રેન્જ પોલીસની ઝપટે પોલીસની સરહદ રેન્જના સાયબર સેલની કાર્યવાહેમા નવ હજાર ખાલી બોટલ, 600થી વધુ ભરેલા ક્વાર્ટર, કેમિકલ અને સીલિંગ મશીન સહિત મુદ્દામાલ પકડી આદિપુરમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરી ઝપટમાં લેવાઈ હતી મુંબઈ અને મથુરાના બે આરોપી આ કિસ્સામાં ઝડપી લેવાયા છે. બહાર આવેલી વિગતો મુજબ આદિપુરના 4-A વિસ્તારમાં રેન્જ સાયબર…

Read Full News

આધોઇમાં જન્મદિવસની અનોખી ઉજવણી

દિવ્યરાજસિંહ જાલુભા પરમારના પરિવારે દિવ્યરાજસિંહનો જન્મ દિવસ અલગ રીતે ઊજવતા બાળકોને શૈક્ષણીક કીટ અને અલ્પાહાર વિતરણ કર્યું હતું. લાયન્સ ક્લબ ભચાઉના માધ્યમથી આધોઇ ગોપાલાનંદજી વિદ્યા મંદિરમાં હોસ્ટેલમાં અભ્યાસ કરતા 550 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાઈ હતી. લાયન્સ પ્રમુખ ડો, ધર્મેન્દ્ર પરમાર, પ્રોજેકટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ, એડવોકેટ નોટરી કલાબેન ગાલા આધોઈ જિલ્લા પંચાયતના સદસ્ય વિજયસિંહ જાડેજા,નરા ગામ…

Read Full News

ભુજ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા વહીવટીતંત્ર, કચ્છ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, કચ્છના સંયુક્ત ઉપક્રમે મંગળવારે ભુજ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી.. આ સાથે સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજના જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પ્રારંભિક કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ…

Read Full News

દાતાઓના સહયોગથી 103 દિવ્યાંગને સાધનો અર્પણ

કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા તથા તેની ટીમ દ્વારા કચ્છમાં છેલ્લા 28 વર્ષોથી સેવાકીય કાર્યો થઈ રહ્યા છે. આ સેવાકાર્ય અવિરત રાખતા સોમવારે ભુજમા અંધજન મંડળ કે.સી. આર.સી. ખાતે દાતાઓના સહયોગથી 80 દિવ્યાંગ બાળકોને સ્કુલ ડ્રેસ અને સ્કુલ બેગ તથા 14 દિવ્યાંગ વ્યક્તિઓને વ્હીલચેર, 6 દિવ્યાંગ બહેનોને સિલાઈ મશીન અને 3 દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાઇસીકલ…

Read Full News