સંસ્થાના માધ્યમથી સેવાકાર્ય

માંડવીના સોશિયલ ગ્રુપના માધ્યમથી ડગાળા (તા.ભુજ) હાલે માંડવી નિવાસી મહેતા પરિવારે માનવસેવાનું કાર્ય કર્યું હતું. મહેતા ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાલા (હસ્તે. પ્રતિમાબેન વિરલભાઈ મહેતા – ડગાળાવાલા)એ ભોજાયની માનસ મંદિર સંસ્થા અને નાની ખાખરની વિકલાંગ જીવન વિકાસ મંડળ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ દિવ્યાંગ બાળકો માટે માનવસેવાનું કાર્ય કર્યું હતું. દાતા પરિવારના વિરલભાઈ દેવજીભાઈ મહેતા અને પ્રતિમાબેન મહેતા…

Read Full News

માંડવીના અગ્રણીનું સન્માન

માંડવીના ગુર્જર જૈન સમાજ મંચ દ્વારા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહનું અભિવાદન કરાયું હતું. ત્રણગચ્છના ઉપાશ્રયમાં યોજાયેલાં કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ અભિવાદનમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ, એડવોકેટ ઉદયભાઈ શાહ અને અજીતભાઈ પટવા, નગરપાલિકાના સત્તાપક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ, કાઉન્સિલર પારસભાઈ સંઘવી, માંડવી ત્રણગચ્છ જૈન સંઘના પ્રમુખ…

Read Full News

કેફી દ્રવ્યોના કેસો અન્વયે મિલકત જપ્તી

NDPS કેસમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આ પ્રકારની ગુનાખોરીમાં સંડોવાયેલા મૂળ બિહારના વતની પિન્ટુ યાદવની 22.31 લાખની મિલકત જપ્ત કરવામાં આવી છે. માદક પદાર્થોની હેરાફેરી સહિતનીની પ્રવૃત્તિની આવકમાંથી મિલકત વસાવાઈ હોવાનું તપાસમાં સપાટી ઉપર આવ્યું છે. SAFEMA/NDPSA ધારા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. મુંબઈની…

Read Full News

નખત્રાણામાં પાણીની લાઇન તૂટતા ફુવારો ઉડયો : હજારો લીટર જળ વેડફાયું

નખત્રાણા ખાતે પેટ્રોલ પંપ સામે પાણીની લાઈન તૂટતા ફુવારા ઉડ્યા હતા. સુરલભીઠ વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા આ પાઇપલાઇન નાખવામાં આવી હતી. વારંવાર પાઇપલાઇનમાં ફોલ્ટ થતાં નગરપાલિકાને રીપેર કરવા માટે ખર્ચ કરવા પડે છે હજુ ચાર મહિના થયા છે અને હવે અવારનવાર આ સમસ્યા સર્જાય છે આ લાઈન માંથી સુરલભીટ વિસ્તારને કનેક્શન આપવામાં આવ્યું છે જેમાં…

Read Full News

અણુવ્રત કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, પરંતુ માનવતા – કુદરતના સંરક્ષણનું વૈશ્વિક જીવનદર્શન

અણુવ્રત સમિતિ ભુજનું આહ્વાન; અણુવ્રતના સંકલ્પો અપનાવી સમાજના નિર્માણમાં સહભાગી બનો વર્તમાન સમયમાં હિંસા, વ્યસન, ભ્રષ્ટાચાર, પર્યાવરણનું વધતું પ્રદૂષણ અને નૈતિક મૂલ્યોના હ્રાસ જેવી વૈશ્વિક પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે માનવતાના મૂલ્યોનું સંવર્ધન સમયની સૌથી મોટી આવશ્યકતા બની છે. આ હેતુને સાકાર કરવા માટે અણુવ્રત સમિતિ ભુજ દ્વારા સમાજમાં નૈતિક ચેતના, મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો…

Read Full News

કોલસાની ગાડી પકડાવા મામલે વન કર્મચારી પર જીવલેણ હુમલો

ત્રણ આરોપીનું બેખોફ કૃત્ય : આરોપી ચાલકને છોડાવી ગયા ગેરકાયદેસર કોલસાનો જથ્થો ભરેલી ટ્રક પકડી આ બાબતે ધોરણસરની કાર્યવાહી કરી રહેલા વનરક્ષક પર હત્યાના પ્રયાસ સહિતનો હુમલો કરાયો હોવાનો મામલો નખત્રાણા પોલીસ મથકે નોંધાયો છે. નખત્રાણા તાલુકામાં કાર્યરત વનતંત્રની અરલ મોટી બીટના વનરક્ષક ભારુભાઈ નારણભાઈ ચારણે ત્રણ જણ સામે આ હુમલા વિશે ફરિયાદ નોંધાવી છે….

Read Full News

પાકિસ્તાની ખજૂરની દાણચોરી ઝપટે

મહાબંદર કંડલા ખાતે ડાયરોક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા દાણચોરી અન્વયે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. જેમાં ૩૬૪ મેટ્રિક ટન પાકિસ્તાની સૂકી ખજૂરનો જથ્થો પકડી પડાયો છે. પકડાયેલીપાકિસ્તાની ખજૂરની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૩ કરોડથી વધુ થવા જાય છે. શંકાસ્પદ લાગેલI હિલચાલના આધારે કંડલા બંદર પરથી ૧૩ કન્ટેનર આ કાર્યવાહીમાં સીઝ કરાયા છે. પાકિસ્તાનથી આ જથ્થો…

Read Full News

ગુરુવારે ભચાઉ અને સામખીયાળી વચ્ચે 120 કી.મી. કલાકની ઝડપે ટ્રેન દોડશે

ત્રીજી અને ચોથી લાઇન માટે સુરક્ષા નિરીક્ષણનો પ્રારંભ રેલવે તંત્ર દ્વારા સામખિયાળી–ભચાઉ ચૌહરીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું સીઆરએસ સંરક્ષા નિરીક્ષણ બુધવારથી આરંભાયુ હતું. ગુરુવાર સુધી આ કામગીરી ચાલુ રહેશે. પ્રથમ દિવસે સામખિયાળીથી ભચાઉ સુધીની નવી ડાઉન મેઇન-2 લાઇનનું નિરીક્ષણ, સમપાર ફાટક, પુલ તેમજ સંરક્ષા વ્યવસ્થાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના…

Read Full News

ટાટ-એસ પરીક્ષા માટે કચ્છમાં કેન્દ્ર આવશ્યક

આગામી તા. 20/09/ના યોજાનારી ટાટ-એસની પરીક્ષાનું કેન્દ્ર કચ્છ જિલ્લામાં ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ સમુદાયમાંથી માંગ ઉઠી છે. કચ્છ જેવા વિશાળ જિલ્લામાં હજારો ઉમેદવારો પરીક્ષા આપવાના હોવા છતાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓને અમદાવાદ સહિત દૂરના શહેરોમાં પરીક્ષા આપવા જવાની ફરજ પડે છે. પરિણામે વિદ્યાર્થીઓ પર આર્થિક, શારીરિક અને માનસિક…

Read Full News

ભુજમાં યોજાઈ રાજ્યની પ્રથમ મોક સંકલન

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદના સપ્તાહ અંતર્ગત શક્તિ લીડરશીપ (મોક સંકલન બેઠક) રાજ્યમાં સૌ પ્રથમવાર બુધવારે ભુજમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કરવામાં યોજાઈ હતી. જેમાં જિલ્લા ની યુવતીઓને એક દિવસ માટે અધિકારી, પદઅધિકારી મહત્વના મુદ્દાઓ ઉપર સંકલન બેઠકમાં કઈ રીતે કામ અને રજુઆત કરે છે તે દર્શાવાયું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત…

Read Full News