બાગ-મસ્કા શાળામા કુલરનું લોકાર્પણ

માંડવી તાલુકામાં બાગ-મસ્કા પ્રાથમિક શાળામાં તાજેતરમાં આર.ઓ. પ્લાન્ટ અને ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ કરાયું હતુ. આર.ઓ. પ્લાન્ટ ગામના લોકોએ બનાવી આપેલું છે જ્યારે વોટર કુલર દાતાના સહકારથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાએ આપેલું. છે. સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રમુખપદે લોકાર્પણ સમારોહના અતિથિવિશેષ પદે માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોર અને માંડવીના એવોર્ડ…

Read Full News

અગ્રણીની જન્મતિથિએ સેવકાર્યો

અબડાસા વિભાગના પૂર્વ ધારાસભ્ય સ્વ નરેન્દ્રસિંહ જાડેજાની જન્મ જયંતી એ ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાના રીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદને રાશન કીટ અપાઈ હતી. તો જીવ દયા પ્રવૃતિ પણ કરવામાં આવી હતી સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, અંકિતા ધોકાઈ, મહિલા અગ્રણી નીતા શાહ, માલશ્રી બેનગઢવી, નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ…

Read Full News

A–4 ફોર્મેટમાં વકીલો અરજદારો માટે રાહત

ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય : 10મીથી અમલ ગુજરાત હાઈકોર્ટએ  મોટો નિર્ણય લીધો છે. જેથી વકીલો માટે રાહત થઈ છે. હસ્તલિખિત અને કેટલીક મહત્વપૂર્ણ અરજીઓને A4 ફોર્મેટિંગ નિયમમાંથી મુક્તિ આ નિર્ણય અંતર્ગત આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ જિલ્લા અદાલતોમાં A4 સાઈઝના પેપર અને સ્ટાન્ડર્ડ ફોર્મેટિંગનો નવો નિયમ તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ થી લાગુ કર્યો…

Read Full News

વરસાદ ખેંચાતા વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો

તુલનામાં 39.24 ટકા ધરા હજુ હળ ચાલે તેની રાહમાં પરાપૂર્વથી ખેતી જ્યાં મુખ્ય વ્યવસાય છે તેવા કચ્છ જિલ્લામાં વરસાદની ખેંચ સર્જાવા વચ્ચે ખેતીક્ષેત્રે વાવેતરમાં 2.20 લાખ હેક્ટરનો નોંધનીય ઘટાડો થયાનું બહાર આવ્યું છે. કચ્છમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વાવેતર વિસ્તારમાં 39.24 ટકાનો ઘટાડો હોવાની વિગતો પ્રાથમિક રીતે સપાટી ઉપર આવી રહી છે. બહાર આવેલા…

Read Full News

હવે મુંદારાથી અમદાવાદ હવાઈ સેવા

મુંદ્રા સ્થિત અદાણી એરપોર્ટ પરથી હવાઈ મુસાફરીની સુવિધામાં વધુ એક મહત્વનો ઉમેરો થવા જઈ રહ્યો છે. હવે મુન્દ્રા મારફતે કચ્છ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ સાથે જોડાઈ રહ્યું છે. તાજેતરમાં દિલ્હી, ગોવા, મુંબઈ, સુરત સહિતના વિવિધ શહેરો માટેની હવાઈ સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે મુંદ્રાને અમદાવાદ સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી મળવા જઈ રહી છે. સ્ટાર…

Read Full News

ફરાદી-રામાણીયા માર્ગે ૮.૭૩ કરોડના ખર્ચે નવા પુલનું નિર્માણ, આઠ ગામની સમસ્યા સુલઝી

ચોમાસામાં રસ્તો બંધ થવાની હાલાકી હવે બની ભૂતકાળ માંડવી તાલુકાના બિદડા, ફરાદી અને રામાણીયાને જોડતા માર્ગ પર ફરાદી અને રામાણીયા વચ્ચે વર્ષો જૂની પાપડી હતી. વર્ષ ૨૦૨૪માં રાજ્ય સરકાર દ્વારા આ માર્ગના વિકાસ માટે ૮.૭૩ કરોડની રકમ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટ અંતર્ગત, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ભુજ દ્વારા હાલમાં આ જૂની પાપડીની જગ્યાએ…

Read Full News

અદાણી બંદર મુન્દ્રાએ સ્થાપ્યો નવો રાષ્ટ્રીય વિક્રમ

એક જ જહાજ પર 21,085 કન્ટેનરનું હેન્ડલિંગ કરવાની સિદ્ધિ મુન્દ્રા : અદાણી પોર્ટ્સના ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે કન્ટેનર જહાજ MSC AMBRA પર 21,085 કન્ટેનર હેન્ડલિંગ કરીને ઐતિહાસિક પોર્ટ ઓપરેશનલ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના કોઈ પણ પોર્ટ પર એક જ જહાજમાં હેન્ડલ કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ કન્ટેનર વોલ્યુમ છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિએ નવો…

Read Full News

કચ્છના પ્રાચીન ઇતિહાસમાં નવો અધ્યાય

કચ્છના રણમાંથી મળેલી શોધ દેશ માટે મહત્વની : 100થી વધુ માનવ કંકાલ, માટીના વાસણો વગેરે મળ્યા કચ્છના રણમાંથી એક એવી પુરાતત્વીય શોધ સામે આવી છે જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના ઇતિહાસ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કચ્છ યુનિવર્સિટીના સંશોધકોને રણ વિસ્તારમાં 100થી વધુ માનવ કંકાલો પ્રાચીન માટીના વાસણો અને વસાહતના…

Read Full News

લોકોના નસીબે તો ચાલવાનું ફૂટપાથની આસપાસ જ

સુપ્રીમ કોર્ટ દ્વારા આ સપ્તાહે ફૂટપાથોને દબાણમુક્ત રાખવા મહત્વપૂર્ણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ નિર્દેશના અનુસંધાને કચ્છના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં વર્ષોથી ફૂટપાથો પર શાકભાજી, નાસ્તા અને અન્ય લારીઓના દબાણ યથાવત જોવા મળ્યા છે. રાહદારીઓની સુવિધા માટે બનાવાયેલા ફૂટપાથો અનેક સ્થળોએ દબાણના કારણે ઉપયોગમાં રહી શકતા નથી. પરિણામે લોકોને મુખ્ય માર્ગ પરથી પસાર…

Read Full News

એનાલોગ પનીર અને ચીઝ બાબતે તપાસ ઝુંબેશ

ભુજના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૧૮ પેઢીઓ પર તપાસ ગુજરાત સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્યપદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો ‘એનાલોગ પનીર’ અને ‘ચીઝ એનાલોગ’ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી હુકમનું અમલીકરણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ-કચ્છના…

Read Full News