ભુજમાં યોજાઈ રાજ્યની પ્રથમ મોક સંકલન

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદના સપ્તાહ અંતર્ગત શક્તિ લીડરશીપ (મોક સંકલન બેઠક) રાજ્યમાં સૌ પ્રથમવાર બુધવારે ભુજમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કરવામાં યોજાઈ હતી. જેમાં જિલ્લા ની યુવતીઓને એક દિવસ માટે અધિકારી, પદઅધિકારી મહત્વના મુદ્દાઓ ઉપર સંકલન બેઠકમાં કઈ રીતે કામ અને રજુઆત કરે છે તે દર્શાવાયું હતું.
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત આયોજિત આ મોક સંકલન બેઠક જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી જેમાં પદધિકારી, અધિકારી તથા વિવિધ આગેવાનોએ ઉપસ્થિત રહી સંકલન બેઠકમાં જે રીતે રજૂઆત કરવામાં આવે છે તે જ રીતે રજૂઆત કરી શકતી લીડરશીપના દર્શન કરાવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત બેઠકમાં જોડાયેલી યુવતીઓએ હોદ્દેદારો ચર્ચા કરી કઈ રીતે કામગીરી કરે છે તેનો ખ્યાલ મેળવ્યો હતો.