વાગડ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી વસ્તાભાઈ ભૂષણનું અવસાન

વાગડ લેઉવા પાટીદાર સમાજના આગેવાન દેશલપરના વસ્તાભાઇ નારણભાઈ ભુષણનું એસી વર્ષની વયે અવસાન થતા શોકની લાગણી ફેલાઈ છે રાપર તાલુકા ભાજપના મહામંત્રી અને કાનપર લીંગ માતાજી મંદિર ના પ્રમુખ મહાદેવભાઈ ભુષણના તેઓ પિતા થતા હતા સ્વ .વસ્તાભાઇ ની સુવાસ દેશલપર બાલાસર રાપર ફતેહગઢ ઉમૈયા રવ સલારી કલ્યાણપર સહિત દુધઈ થી પિપરાળા સુધી ના પાટીદાર સમાજમા…

Read Full News

પૂર્વ કચ્છ પોલીસે યોજ્યો ટ્રાફિક નિયમ જાગૃતિ કાર્યક્રમ

રાજ્ય ના ડીજીપીની રાજ્ય કક્ષાની ટ્રાફિક ડ્રાઇવની સૂચના અનુસંધાને બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી જીલ્લા ટ્રાફિક શાખા પૂર્વ ક્ચ્છ-ગાંધીધામ તથા તોલાણી કોલેજ દ્રારા પ્રભુદર્શન હોલ આદીપુર ખાતે ટ્રાફિક નિયમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી જે પ્રજાપતિ સીટી ટ્રાફિક પીએસઆઇ ડી સી ગોહિલ ગાંધીધામ…

Read Full News

હાજીપીર પોલીસે પશુઓની ગેરકાયદે હેરાફેરી લીધી ઝપટમાં

11 પાડા, બે વાહન સહિત રૂ. 4.55 લાખનો મુદ્દામાલ કબજે – બે આરોપી સામે ગુનો નોંધાયો સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર પશુ હેરાફેરી પર અંકુશ લાવવાના પ્રયાસોના ભાગરૂપે હાજીપીર પોલીસ સ્ટેશનને સફળતા મળી છે. સત્યેશ ચાર રસ્તા નજીક હાથ ધરાયેલી વાહન તપાસણી દરમિયાન પોલીસે બે વાહનમાંથી 11 પાડાને ઘાસચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા વિના, ખીચોખીંચ અને ક્રૂરતાપૂર્વક…

Read Full News

પૂર્વ કચ્છ જિલ્લાના 26 કર્મચારીને બઢતી

પૂર્વ કચ્છ (ગાંધીધામ) જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સવર્ગના ૨૬ પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા હતા. રાપર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવાની કાર્યવાહી ક૨વા જરુરી સુચનાઓ આપવામાં આવી હતી તે અન્વયે આ કાર્યવાહી કરાઈ છે. પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી…

Read Full News

બેખોફ – બેલગામ ખનિજચોરી સામે તંત્રની ” કાંટાની ટક્કર”

છેલ્લા લાંબા સમયથી કસદાર કમાણીને લઈને પુરબહાર સ્થિતિએ પહોંચેલી ખનીજ ચોરી સામે તંત્રએ પણ કામગીરીનો સપાટો બરકરાર રાખ્યો છે. મંગળવારે ભુજ અને અબડાસા તાલુકામાં બે દરોડા પાડી ખનિજની ચોરી માટે કામે લગાવાયેલા દોઢ કરોડથી વધુની કિંમતના વાહનો અને સાધનો કબજે લેવાયા હતા. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારીયાના નેતૃત્વમાં ખાણ…

Read Full News

કલેકટરખીરસરા વીંજાણની મુલાકાતે

કચ્છ કલેકટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા મંગળવારે અબડાસા મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ સાથે ખીરસરા વિંઝાણ ગામની મુલાકાત લેવામાં આવી હતી ગામમાં પાણી, વીજળી, ગામતળ પ્લોટ સહિતની સુવિધાઓ અંગે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. કલેકટરએ પ્રશ્નો સાંભળી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપી હતી. ખીરસરાના સરપંચ આદમભાઈ હિંગોરા, અગ્રણીઓ, ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

Read Full News

માંડવીના મુખ્ય પોસ્ટ માસ્તરને વિદાયમાન

માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર વાલબાઈબેન જીવરાજભાઈ ગઢવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવા માંડવી નાની બચત એજન્ટ એસોસિયેશન તરફથી સમારોહ યોજાયો હતો. ભારતીય પોસ્ટલ એમ્પ્લોઇઝ એસોસિયેશન કચ્છ જિલ્લાના પ્રમુખ કરસનભાઈ ગઢવીના પ્રમુખસ્થાને એસો.મના પ્રમુખ દિનેશભાઈ શાહે સૌને આવકાર્યા હતા. સન્માન પત્રનું વાંચન એસો.ના ઉપપ્રમુખ એમ.જી. શાહે કર્યું હતું. મંત્રી મૃદુલાબેન નાકર,…

Read Full News

ભુજના જૈન સંઘમાં સિદ્ધિતપ નો પ્રારંભ

મન સ્થિર રાખશો તો સિદ્ધિતપ નો રાધાવેધ સધાઈ જશે” – આચાર્ય રશ્મિરત્ન સૂરિ. છઠ્ઠી ઓગસ્ટે ગુરુ ગુણરત્નસૂરિજી ની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ ઉજવાશે ભુજ તપાગચ્છ જૈન સંઘના આંગણે આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મ. સા. આદિ 36 સાધુ-સાધ્વીના આશીર્વાદ લઈ ૭ થી ૭૦ વર્ષના તપસ્વીઓએ હાથમાં શ્રીફળ લઈ ભગવાન ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ અને શાસનપતિ મહાવીરસ્વામી તથા ગુરુદેવને ત્રણ…

Read Full News

મુંદરામાં જર્જરિત ઇમારતો પાડવાનું કામ શરૂ

ભાટિયા ચકલાથી કાર્યવાહીનો પ્રારંભ  2001ના વિનાશક ભૂકંપ બાદ હલબલીને વધુ નબળી થયેલી મુન્દ્રા ની દાયકાઓ જૂની બંધ હાલત માં ઉભેલી જર્જરિત ઇમારતો જીવલેણ સાબિત થાય એવી લાંબા સમયની દહેશત વચ્ચે આવી ઇમારતો ધસવાનું કાર્ય અંતે મુન્દ્રા બારોઇ નગરપાલિકા દ્વારા શરૂ કરાયું છે.મુન્દ્રા નગરના કોટ અંદરના વિસ્તારમાં ભાટિયા ચકલા સ્થિત દાયકાઓ જૂની બે જર્જરિત ઇમારતો ને…

Read Full News

સામખિયાળી–ભચાઉ રેલવે ચૌહરીકરણ સેક્શનનું બુધ અને ગુરુવારે કરવામાં આવશે સુરક્ષા નિરીક્ષણ

લોકોને ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં રેલવે અવસંરચનાના વિસ્તરણ અને આધુનિકીકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવા જઈ રહી છે. સામાખ્યાલી–ગાંધીધામ ચોહરીકરણ પ્રોજેક્ટ હેઠળ સામાખ્યાલી અને ભચાઉ સ્ટેશનો વચ્ચે નવી નિર્મિત 32.90 ટ્રેક કિલોમીટર લાંબી ત્રીજી અને ચોથી રેલ લાઇન પર યાત્રી રેલ સેવાઓ શરૂ કરવામાં આવે તે પહેલાં રેલવે સુરક્ષા…

Read Full News