આગામી તા. 20/09/ના યોજાનારી ટાટ-એસની પરીક્ષાનું કેન્દ્ર કચ્છ જિલ્લામાં ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ સમુદાયમાંથી માંગ ઉઠી છે.
કચ્છ જેવા વિશાળ જિલ્લામાં હજારો ઉમેદવારો પરીક્ષા આપવાના હોવા છતાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓને અમદાવાદ સહિત દૂરના શહેરોમાં પરીક્ષા આપવા જવાની ફરજ પડે છે. પરિણામે વિદ્યાર્થીઓ પર આર્થિક, શારીરિક અને માનસિક બોજ વધે છે. મુસાફરી, રહેવા-જમવાની વ્યવસ્થા અને અન્ય ખર્ચને કારણે અનેક ઉમેદવારો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેવી ફરિયાદો ઉઠી છે.
વિદ્યાર્થીઓમાં આ મુદ્દે ભારે જોવા મળી રહ્યો છે. કચ્છના સાંસદ અને ધારાસભ્યો દ્વારા આ ગંભીર પ્રશ્ને અસરકારક રજૂઆત કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરાઈ છે.
કચ્છ વિશાળ જિલ્લો હોવા છતાં અહીં પરીક્ષા કેન્દ્ર ન ફાળવવું એ વિદ્યાર્થીઓ પ્રત્યે અન્યાય હોવાનું ઉમેદવારોનું કહેવું છે. સરકાર અને સંબંધિત તંત્રએ આ પ્રશ્નને ગંભીરતાથી લઈ તાત્કાલિક કચ્છમાં પરીક્ષા કેન્દ્ર જાહેર કરવું જોઈએ. તેવી માગણી પણ કરાઈ છે.
ટાટ-એસ પરીક્ષા માટે કચ્છમાં કેન્દ્ર આવશ્યક

