કચ્છ આવતો એક કરોડનો શરાબ ઝડપાયો

લુધિયાણાથી 1.05 કરોડની કિંમતનો દારૂ ભરીને કચ્છ તરફ આવી રહેલી ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલએ પકડી પાડી સપાટો બોલાવ્યો છે. આ કિસ્સામાં કપડાં અને ચીંથરાંની ગાંસડીઓની આડમાં વીવિધ જાતના શરાબની પેટીઓ છૂપાવીને લઈ અવાતી હતી. બનાસકાંઠા જિલ્લાના થરા નજીક રાજસ્થાન પાસિંગની આ ટ્રક પકડી ડ્રાઈવર ક્લિનરની ધરપકડ કરવામાં આવી છે. હરીશ કુંકણા નામના બાડમેરના સપ્લાયરના કહેવાથી…

Read Full News

પ્યાસીઓના કાળજે જાણે “કારમો ઘા”

ભુજ તાલુકામાં પધ્ધર વિસ્તારમાં ચાર કરોડથી વધુના અંગ્રેજી પ્રકારના દારૂ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ દ્રશ્ય જોઈ અનેક પ્યાસીઓના કાળઝા જાણે કકળી ઉઠ્યા હતા પધ્ધર પોલીસ સ્ટેશન નજીક સરકારી પડતર જમીનમાં પોલીસ દ્વારા કબજે કરાયેલા દારૂને કાયદાકીય રીતે નષ્ટ કરાયો હતો. ​પદ્ધરના 1 અને માધાપરના 5 મળી કુલ 6 કેસમાં આ જથ્થો પકડાયો…

Read Full News

મુંદરાનું પ્રવેશદ્વાર બની રહ્યું છે અકસ્માત ઝોન

ગતિ અવરોધકના અભાવે વાહનો અનિયંત્રિત બંદરીય વિકાસની પ્રક્રિયાને લઈને સતત વિકસી રહેલા મુન્દ્રા નગરના પ્રવેશદ્વાર સમાન ડાક બંગલા ત્રણ રસ્તા પર અકસ્માતનો સતત ભય રહ્યા કરે છે. આ સ્થળે ગતિ અવરોધક અને ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની આવશ્યકતા ઉભી થઇ છે. ડાક બંગલા ત્રણ રસ્તા પાસે વાહનોની સતત અવરજવર અને ભારે ટ્રાફિક રહે છે. તેના કારણે લોકો…

Read Full News

હર ઘર તિરંગા ઉજવણીને આખરી ઓપ અપાયો

ભુજમાં આયોજન બેઠકમાં સૂચના માર્ગદર્શન અપાયા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના સંદર્ભે આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્યથી લઈને જિલ્લાકક્ષા સુધીના કાર્યક્રમોના આયોજન બાબતે માર્ગદર્શન પુરું પડાયું હતું. ૧૪ ઓગસ્ટના દિવસે ગાંધીધામમાં વિશાળ તિરંગા રેલીના આયોજન સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા…

Read Full News

ખંડણી કાંડમાં વધુ પાંચ પકડાયા

ગાંધીધામના ચકચારી ખંડણી કેસમાં મુખ્ય આરોપીઓ સહિત વધુ પાંચ જણની પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પંજાબ ખાતેથી ધરપકડ આરોપીઓમાં જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસેન કીચા, મુનાવર મન્સુર બુચડ, નાગજી બલદેવ દેસાઈ અને સોહીલ જુસબ બૂચડનો સમાવેશ. કેસમાં ધરપકડ નો આંક 10 થયો. 4. 13 કરોડ ની માલમતા કબજે. આરોપીઓનું રીકન્ટ્રક્શન કરાયું.

Read Full News

ભચાઉમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર ધામ પર દરોડો : છ ઝડપાયા

ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે ભચાઉના કોલીયાસરીમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ૬ જણને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજેશભાઈ ડાયાભાઈ રાજપુત (રહે. ભવાનીપુર, ભચાઉ), હાજીભાઈ મુસાભાઈ ઘાંચી (રહે. ભવાનીપુર, ભચાઉ), સબીર અલીમામદ લંઘા (રહે. ભવાનીપુર, ભચાઉ), ધીરજભાઈ ધનાભાઈ કોલી (રહે. કોલીયાસરી, ભચાઉ), પંકજભાઈ સુરતરામ રાજપુત (રહે. કોલીયાસરી, મૂળ એમ.પી.)…

Read Full News

130 કિમી કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ પૂર્ણ

ચૌહરીકરણથી કચ્છ વિસ્તારમાં માલ પરિવહન,ઉદ્યોગ તથા યાત્રી સુવિધાઓને નવી ગતિની આશા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના સામખિયાળી–ગાંધીધામ ચૌહરીકરણ યોજના અંતર્ગત આ રેલખંડ પર નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું રેલ સંરક્ષા (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ દ્વારા સંરક્ષા નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક (અમદાવાદ) વેદ પ્રકાશ તથા મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા સહિત…

Read Full News

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસની અને મુસાફરો માટે શ્રેષ્ઠ સુવિધાના વિકાસ પર ભાર મૂકાયો

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, ગાંધીધામ રેલવે કોલોની, ગાંધીધામ રેલવે ક્વાર્ટર્સ તેમજ જુના કંડલા રેલવે કોલોનીનું નિરીક્ષણ કરી રેલવે કર્મચારીઓ માટે ઉપલબ્ધ આવાસીય સુવિધાઓ, સ્ટેશન પરની મુસાફર સુવિધાઓ તેમજ વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન ડીઆરએમે રેલવે કોલોનીમાં રહેતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે…

Read Full News

રતનાલ અને અંજારમાં વિદ્યાર્થીઓ માટે પોલીસે યોજ્યો જાગૃતિ અર્થે કાર્યક્રમ

પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી.શાખા દ્વારા સરકારી સ્કૂલ રતનાલ તથા એલિઝાબેથ સ્કૂલ અંજાર ખાતે સાયબર ક્રાઈમ અને નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિના અલગ અલગ સેમીનાર યોજાયા હતા ટેક્નોલોજીના ઉપયોગ સાથે સાયબર ક્રાઈમ શું છે, ઓનલાઇન ગેમિંગ થી થતા નુક્શાન, ફ્રોડના નવા નવા ટ્રેન્ટ તથા સોશિયલ મીડિયા અજાણ્યા લોકો મિત્રતાથી થતા ક્રાઈમથી…

Read Full News

પોલીસ કર્મચારીઓને વિદાયમાન

કોઠારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓને વિદાય અપાઈ હતી. હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા તથા પોલીસ કર્મચારી મહેશભાઈ પ્રજાપતિની સેવાઓને પોલીસ ઇન્સ્પેક્ટર પી. કે. રાડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બિરદાવાઈ હતી.

Read Full News