રાપર પોલીસ ક્વાર્ટર પાસે તકિયા વાસ આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો રાપર શહેર ભાજપના મંત્રી મનોરમા સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયા હતા. જેમાં મુખ્ય અતિથિ વિશેષ પદે નર્મદાબેન સોલંકી રહ્યા હતા આંગણવાડી વર્કર સ્મિતાબેન સુખડીયા તથા વિસ્તારના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ મનોરમા સોલંકી , નર્મદાબેન સોલંકીએ બાળકોને ઈનામ વિતરણ કર્યું હતું. બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો
રાપર તકિયા વાસ આંગણવાડી ખાતે કાર્યક્રમો યોજાયા

