નવરાત્રિ અન્વયે કુમારિકાઓને ચણિયા ચોળીનું વિતરણ

નવરાત્રિ પર્વને અનુલક્ષીને ભુજની સત્યમ સંસ્થા તથા તાનારીરી મહિલા મંડળના માધ્યમથી ભુજ શહેર, સુખપર તથા માધાપરની ૨થી ૭ વર્ષની વયની ૧૦૧થી વધુ કુમારિકાઓને ચણિયાચોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ સરકારી વસાહતના મહાદેવ મંદિર ચોક પાસે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા./આ ઉપરાંત જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટ, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, સેનિટેશન શાખાના ચેરમેન મનુભા જાડેજા તેમજ પૂર્વ નગરસેવક ધીરેનભાઈ લાલન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું મહિલા અગ્રણી રામુબેન પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આરંભે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ ચણિયાચોળી આપવાના સેવાકાર્યનું મહત્વ સમજાવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ કુમારિકાઓને ચણિયાચોળી વિતરણના સેવાકાર્ય માટે રામુબેન પટેલ તથા તેમના પરિવારને બિરદાવ્યો હતો.