પૈયામાં હુમલો, પાંચ સામે ફરિયાદ

બકરીઓ ચરી જવાનો મુદ્દો કારણભૂત બન્યો

ભુજ તાલુકાના પૈયા ગામે ખેતરમાં બકરીઓ ચરી જવાના મુદ્દે પાંચ ઈસમે કુહાડી, લોખંડના પાઇપ અને ધોકા હુમલો કરતા પાંચ જણ ઘવાયા હતા કેસના ફરિયાદી આરીફ જુરાબ માખા, ઉ.વ. 30, પૈયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓ હાથમાં કુહાડી, લોખંડના પાઇપ તથા ધોકા લઈને આવ્યા હતા. સોયબ જુસબ મોખાએ આરીફને કુહાડીના ઘા હાથ તથા ખભા પાસે માર્યા હતા, જ્યારે અન્ય આરોપીઓએ તેમના બનેવી અનવરભાઈના માથા તથા શરીરના ભાગે પાઇપ વડે માર માર્યો હતો. આ ઉપરાંત જુસબ સુમાર મોખાએ ફરિયાદીને ગાળો આપી હતી. તેવું ફરિયાદમાં લખાવાયુ છે.