સવા લાખ રૂપિયાના ખર્ચે સેવા કાર્યો શરૂ કરાયા
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી પર્યુષણ મહાપર્વની ઉજવણીના ભાગ સ્વરૂપ બુધવારથી સેવા યજ્ઞનો શુભારંભ કરાયો છે. 1.25 લાખ ના ખર્ચે માનવસેવા અને જીવદયા ના કાર્યો હાથ ધરાયા છે જૈનાચાર્ય આનંદ વર્ધન સૂરીશ્વરજી મ સા અને આચાર્ય આત્મદર્શન સુરેશ્વરજી મ સા.ની હાજરીમાં તારીખ 2/ 9 /26થી 16 /9 /26 સુધી જારી રહેનાર આ સેવા યજ્ઞના શુભારંભે જીવદયાના કાર્યો કરાયા હતા તેમજ શહેર બહારના વિવિધ વિસ્તારોમાં ત્રણસો જેટલા શ્રમજીવીઓને પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો હતો. તો ભૂલકાઓ ને વસ્ત્રોની સોગાદ આપવામાં આવી હતી ભાવિનભાઈ ખંડોર દાદર મુંબઈના સહયોગથી તેમજ વિવિધ દાતાઓ તરફથી રૂપિયા 70,000 નું દાન પ્રાપ્ત થયું હતું. સેવા યજ્ઞના શુભારંભે સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદીપભાઈ દોશી , શાંતિલાલ મોતા , ઓજસ શેઠ, ભાવનાબેન જોશી , પૂર્વીબેન નિર્મલ વિજય મહેતા વિગેરે કાર્યકરો જોડાયા હતા.

