મોખા ટોલનાકે સલામતી ઇન્ચાર્જ પર હુમલો

જૂના મનદુઃખમાં બે શખસે માર મારી ધમકી આપ્યાની ફોજદારી

મુંદરા તાલુકામાં મોખા ટોલનાકા ખાતે સિક્યુરિટી ઇન્ચાર્જ ઉત્તરપ્રદેશના યુવાન પર જૂના મનદુઃખમાં બે શખસે હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. લાકડાના ધોકાથી માથામાં માર મારવા ઉપરાંત હાથ-પગ અને પીઠના ભાગે મૂઢ માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદી સૌરભ સતીશચંદ્ર દિક્ષીત મૂળ ઉત્તરપ્રદેશ, હાલ અંજારએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પાંચ મહિનાથી મોખા ટોલનાકા પર સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. તા. 29/08/2026ના રાત્રે કરણ ચૈતન ચાવડા, છસરા તથા દેવરાજ માણેકએ આ હુમલો કર્યો હતો. બે-ત્રણ દિવસ અગાઉ કરણની ગાડી ટોલનાકા પર રોકવામાં આવી હતી, જેનું મનદુઃખ રાખી આ હુમલો કરાયો હોવાની વિગતો ફરિયાદમાં આપવામાં આવી છે.