સાત જોડી ટ્રેનોનું ગોપાલપુરી સ્ટોપેજ મંજૂર

અન્ય સ્ટેશનના સમયમાં પણ થશે થોડો બદલાવ

રેલવે મંત્રાલય દ્વારા પશ્ચિમ રેલવેની ભુજથી આવતી-જતી સાત જોડી ટ્રેનોનું સંચાલન ગાંધીધામ કેબિન–ગોપાલપુર–ભુજ માર્ગ પરથી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત હવે આ ટ્રેનોનું સ્ટોપેજ ગાંધીધામ સ્ટેશનને બદલે ગોપાલપુર સ્ટેશન પર રહેશે.
આ પરિચાલન ફેરફારને કારણે આ ટ્રેનોના અન્ય કેટલાક સ્ટેશનો પર પણ આગમન તથા પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી યાત્રીઓને મુસાફરી શરૂ કરતા પહેલાં ટ્રેનોનું નવીનતમ સમયપત્રક, સ્ટોપેજ તથા અન્ય પરિચાલન સંબંધિત માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા રેલવે હેલ્પલાઇન નંબર 139 પરથી અવશ્ય મેળવી લેવા જણાવાયું છે. રેલવે પ્રશાસન યાત્રીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતી વખતે ટ્રેનોના સુધારેલા સમય અને સ્ટોપેજની માહિતી અગાઉથી ચકાસી લે, જેથી મુસાફરી દરમિયાન તેમને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.