વાગડ લેઉવા પાટીદાર સમાજના આગેવાન દેશલપરના વસ્તાભાઇ નારણભાઈ ભુષણનું એસી વર્ષની વયે અવસાન થતા શોકની લાગણી ફેલાઈ છે રાપર તાલુકા ભાજપના મહામંત્રી અને કાનપર લીંગ માતાજી મંદિર ના પ્રમુખ મહાદેવભાઈ ભુષણના તેઓ પિતા થતા હતા સ્વ .વસ્તાભાઇ ની સુવાસ દેશલપર બાલાસર રાપર ફતેહગઢ ઉમૈયા રવ સલારી કલ્યાણપર સહિત દુધઈ થી પિપરાળા સુધી ના પાટીદાર સમાજમા હતી તેમજ મુંબઇ પાટીદાર સમાજ માં પણ અનેક પ્રસંગો માં તેમણે સુવાસ ફેલાવી હતી વિવિધ સમાજ સાથે તેઓ જોડાયેલા રહ્યા હતા. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે , વિનુભાઈ થાનકી ભાણજીભાઈ ભ્રાંસડીયા મનજી ભાટેસર, નશાભાઈ દૈયા, હમીરજી સોઢા, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, રાજુભા જાડેજા, રામજીભાઈ સોલંકી, લાલજીભાઈ કરોતરા, મધુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાજેશભાઈ આહીર, ભિખુભા સોઢા, વણવીરભાઈ સોલંક, રાજભાઈ બારી કમલસિંહ સોઢા, પરબતભાઈ કારોતરા વિગેરે દ્વારા તેમની સેવા ને બિરદાવી દુ:ખ ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી હતી
વાગડ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી વસ્તાભાઈ ભૂષણનું અવસાન

