લખપત તાલુકામાં મોડલ સ્કૂલ દયાપરના વિધાર્થીઓ તેમજ શાળાનુ વિશેષ સિદ્ધિ મેળવવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું કરછ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા આ બહુમાન કરાયું હતું. મોડલ સ્કૂલ દયાપર દ્રારા વિશેષ સિધ્ધિ હાંસલ કરવા મા આવી છે આ શાળા લગાતાર છેલ્લા ત્રણ વર્ષથી સો ટકા પરિણામ હાંસલ કરી રહી છે આ બદલ સન્માન કરવામાં આવ્યું હતુ ધોરણ ૧૦ ના વિધાર્થીઓ કે જે પ્રથમ દ્રિતિય તેમજ તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા છે એવા
જેપાર નિતીન વાલજીભાઈ, ખોખર રેણુકા દેવજીભાઈ, બલીયા વિમલ અરવિંદ , કોમલ જયંતિ ભાઈ તેમજ ધોરણ ૧૨ માં પ્રથમ દ્રિતિય તેમજ તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા વિધાર્થીઓ દાફડા રેખા બેન મુળજીભાઈ, માતંગ દમયંતી બેન સુરેશભાઈ , મેઘવાળ હેતલબેન કરશનભાઈ ને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિધાર્થીઓ ના વાલીઓ સાથે કરછ જિલ્લા કોંગ્રેસ સેવાદળ ના પ્રમુખ રાજેશ સોની ઉપ પ્રમુખ જીગર જોષી લખપત તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહિમ ભાઈ કાર્યકારી પ્રમુખ હુસેન ભાઈ રાયમા લખપત તાલુકા પંચાયત ના પૂર્વ ઉપ પ્રમુખ હાસમ ભાઈ નોતિયાર કોંગ્રેસ કાર્યકર હસન મેમણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં શાળા ના આચાર્યા હેમલતાબેન અમૃતિયાએ સૌને આવકાર્યા હતા વાલી ઓ તેમજ મહેમાનો એ શાળા ના વિવિધ ખંડો નું નિરીક્ષણ કર્યું હતું શાળા સ્ટાફે શાળાની ઉપલબ્ધિ ઓ થી તેમને વાકેફ કર્યા હતા
રાજેશ સોની ઈબ્રાહિમ ભાઈ કુંભાર તેમજ હુસેન ભાઈ રાયમા એ ઉદબોધન કર્યું હતું આવનારા દિવસોમાં લખપત તાલુકાની તમામ શાળા ઓ ૧૦૦ ટકા પરિણામ હાંસલ કરે એવી નેમ પણ વ્યક્ત કરવામાં આવી હતી
પરિણામમાં વિશેષ સિદ્ધિ બદલ દયાપર મોડલ શાળાનું સન્માન

