પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી.શાખા દ્વારા સરકારી સ્કૂલ રતનાલ તથા એલિઝાબેથ સ્કૂલ અંજાર ખાતે સાયબર ક્રાઈમ અને નાર્કોટીકસ ડ્રગ્સ અંગે જાગૃતિના અલગ અલગ સેમીનાર યોજાયા હતા ટેક્નોલોજીના ઉપયોગ સાથે સાયબર ક્રાઈમ શું છે, ઓનલાઇન ગેમિંગ થી થતા નુક્શાન, ફ્રોડના નવા નવા ટ્રેન્ટ તથા સોશિયલ મીડિયા અજાણ્યા લોકો મિત્રતાથી થતા ક્રાઈમથી બચવા શુ કરવું? અને શું ન કરવું?? તથા મજબૂત પાસવર્ડ અને ટુ સ્ટેપ વેરિફિકેશન રાખવા તથા હેકિંગ અને એ.આઈ. ટૂલના ઉપયોગ અંગે આ પ્રસંગે માહિતી અપાઈ હતી. નાર્કોટિક્સ ડ્રગ્સ શું છે ડ્રગ્સ પેંડલરો દ્વારા વિધાર્થીઓને લાલચમાં રાખી કરાવવામાં આવતા ક્રાઈમ અને આ વ્યસન દૂષણથી થતા નુક્શાન અંગે માહિતી આપવામાં આવી હતી . આ કાર્યક્રમમાં રતનાલ સ્કૂલ ખાતે ૩૫૦ તથા અંજાર સ્કૂલ ખાતે ૩૦૦ વિધાર્થી, શિક્ષકો જોડાયા હતા.
રતનાલ અને અંજારમાં વિદ્યાર્થીઓ માટે પોલીસે યોજ્યો જાગૃતિ અર્થે કાર્યક્રમ

