રાજ્ય ના ડીજીપીની રાજ્ય કક્ષાની ટ્રાફિક ડ્રાઇવની સૂચના અનુસંધાને બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી જીલ્લા ટ્રાફિક શાખા પૂર્વ ક્ચ્છ-ગાંધીધામ તથા તોલાણી કોલેજ દ્રારા પ્રભુદર્શન હોલ આદીપુર ખાતે ટ્રાફિક નિયમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી જે પ્રજાપતિ સીટી ટ્રાફિક પીએસઆઇ ડી સી ગોહિલ ગાંધીધામ તથા એ.એસ.આઈ. અશોક સદાસિયા, પોલીસ સ્ટાફ નરેશભાઈ, શૈલેષભાઈ, ભરતભાઈ, દાનાભાઈ તેમજ આર.ટી.ઓ. ડી પી પટેલ અંજાર અને 300 જેટલા વિધ્યાર્થીઓ શિક્ષકગણ જોડાયા હતા.
કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક નિયમો જેમ કે, વાહનમાં હેલ્મેટ/સીટબેલ્ટ પહેરવું, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરવો, પાર્કિંગના નિયમોનું પાલન કરવું, આર.ટીઓ. માન્ય નંબર પ્લેટ રાખવી, વાહનના જરૂરી ડોક્યુમેન્ટ સરકાર દ્વારા માન્ય એપ્લીકેશનમાં રાખવા, ‘’રાહવીર’’ યોજના વગેરે નિયમોથી અવગત કરાયા હતા. ટ્રાફિક નિયમોનું પાલન કરવા બાબતે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.
પૂર્વ કચ્છ પોલીસે યોજ્યો ટ્રાફિક નિયમ જાગૃતિ કાર્યક્રમ

