ભુજના જૈન સંઘમાં સિદ્ધિતપ નો પ્રારંભ

મન સ્થિર રાખશો તો સિદ્ધિતપ નો રાધાવેધ સધાઈ જશે” – આચાર્ય રશ્મિરત્ન સૂરિ. છઠ્ઠી ઓગસ્ટે ગુરુ ગુણરત્નસૂરિજી ની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ ઉજવાશે

ભુજ તપાગચ્છ જૈન સંઘના આંગણે આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મ. સા. આદિ 36 સાધુ-સાધ્વીના આશીર્વાદ લઈ ૭ થી ૭૦ વર્ષના તપસ્વીઓએ હાથમાં શ્રીફળ લઈ ભગવાન ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ અને શાસનપતિ મહાવીરસ્વામી તથા ગુરુદેવને ત્રણ પ્રદક્ષિણા આપી સિદ્ધિતપ નો પ્રારંભ કર્યો હતો. તો આ પૂર્વે તા.૩ ના સમૂહ અત્તર વાયણા કરાયા હતા.
છેલ્લા ૨૦ દિવસ થી સાત ગચ્છના ઉપાશ્રય માં જઈ “હર ઘટ સિદ્ધિતપ, ઘર ઘર સિદ્ધિતપનું અભિયાન ચલાવાયુ હતું. . સાધુ સાધ્વી વૃંદ સાથે રહી યુવાનોએ ડોર ટુ ડોર કેમ્પેઇન ચલાવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપ ૩૦૦ આરાધકોએ સિદ્ધિતપ ના પચક્ખાણ ગ્રહણ કર્યા હતા.
તપસ્વીઓને પ્રવચન આપતા જૈનાચાર્ય રશ્મિરત્ન સૂરિજીએ કહ્યું કે “તપ કરવું હોય તો પહેલા ઈચ્છા કરો, નિર્ણય કરો, પ્રવૃતિ કરો, વિઘ્નો આવે તો અડગ રહો, સિદ્ધિ મેળવો પછી પ્રસિદ્ધિ આપોઆપ મળશે. તપ શુદ્ધ થાય તે માટે બ્રહ્મચર્ય નું પાલન કરવાનું, પરમાત્મા ની પૂજા કરવાની, ક્રોધાદિ કષાયો થી દૂર રહેવાનું.
છઠ્ઠી ઓગસ્ટે ગુણરત્નસૂરિજીની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ ઉજવાશે. સમૂહ ગુણાનુવાદ થશે અને સામુહિક આયંબિલ કરાવવામાં આવશે. ગુરુદેવનો સંક્ષિપ્ત પરિચય આપતા જૈનાચાર્યએ કહ્યું કે જિનશાસન અને તપાગચ્છીય સૂરિ પ્રેમ ભુવન ભાનુ સમુદાયની નામના અને કામના વિશ્વવ્યાપી બનાવનાર આચાર્યશ્ ગુણરત્ન સૂરીશ્વરજી નો જન્મ રાજસ્થાનમાં, શિક્ષા-દીક્ષા મુંબઈ માં થઈ હતી . સિનેસ્ટાર શશિ કપૂર તેમના ૪ વર્ષ સહપાઠી રહ્યા હતા . ૨૧ વર્ષની ઉંમરે દીક્ષા લઈ મોટા ભાઈ મુનિ જિતેન્દ્ર વિજયજીના તેઓ શિષ્ય બન્યા હતા. તેવું જૈન અગ્રણી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.દરમ્યાન છઠ્ઠી ઓગસ્ટે ગુરુદેવ ગુણરત્નસૂરિજીની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ ઉજવાશે. સમૂહ ગુણાનુવાદ થશે અને સામુહિક આયંબિલ કરાવવામાં આવશે.